________________
૨૨૦
“માનવોત્તમઃ”
કરવી એમાં ઉદારતા છે. એ ઉદારતા અભેદજ્ઞાનમાં–સ્વ તે જ વાસ્તવિક રીતે પર છે, પોતાની પાસેથી જઈ બીજાને મળે એમ બની શકે એ ભેદ જ નથી એવા જ્ઞાનમાં–હઈ શકતી નથી. એ અભેદજ્ઞાન તે સ્વાર્થત્યાગ નથી, તેમ જ એ અભેદજ્ઞાનથી સ્વાર્થત્યાગની વૃત્તિને ઉત્તેજન મળતું નથી.”
અત્રે માની લીધું છે એવો અદ્વૈતસિદ્ધાન્ત કયા પ્રતિષ્ઠિત વેદાન્તગ્રન્થમાં જોવામાં આવ્યો? તત–ત–વ્યક્તિરૂપે ચિતન્યને ભેદ વેદાન્તને અગ્રાહ્ય છે? એક વ્યક્તિએ બીજી વ્યક્તિના સુખ માટે પિતાના સુખનો ત્યાગ કરવો એ વાતને તતત–વ્યકિતની પાછળ એકતાનું તત્ત્વ સ્વીકારવાથી શો બાધ આવે છે? બાધ આવતું નથી એટલું જ નહિ, પણું કર્તવ્યભાવના પરિનિષ્પન્ન થવા માટે એવું તત્ત્વ સ્વીકારવાની જરૂર છે એ વિષે ગયા માર્ચ માસના
અંકમાં થોડીક ચર્ચા અમે કરી ગયા છીએ. અને એ ઉપર યોગ્ય આક્ષેપ થશે તો તે વિચારવા અને એ આક્ષેપમાં સત્ય લાગશે તે તે સ્વીકારવા પણ અમે તૈયાર છીએ. હાલમાં તે આ સ્થળે એટલું જ સ્મરણ કરાવવું બસ થશે કે અતવેદાન્તમાં આક્ષેપકારે માની લીધું છે તેવા અર્થમાં સ્વ અને પર એક પદાર્થ નથી, પણ એમના ભાસમાન ભેદમાં તત્ત્વદષ્ટિએ જોતાં જે અભેદનું તત્ત્વ રહેલું છે એ જ છુટ કરી આપવાને એને યત્ન છે.
હવે આ યત્ન સ્વાર્થત્યાગને શી રીતે વિરેાધી થઈ પડે છે એ સમજાતું નથી. સ્વાર્થનુસરણ જેટલે અંશે અભેદાનુભવમાં વિરોધી છે તેટલે અંશે એની અનિષ્ટતા અભેદવાદમાં સિદ્ધ છે એ વિષે તે કોઈ શંકા કરી શકે એમ છે જ નહિ. સ્વાર્થત્યાગપુરસર પરાર્થ માટે પ્રવૃત્ત થવું એ અભેદવાદમાં શી રીતે ઘટી શકે છે એ જુદો પ્રશ્ન છે. એ સંબંધે જ્ઞાનસુધા કહે છે કે
અભેદ હોય તે ત્યાગ સંભવે જ નહિ. કેણ શાનો ત્યાગ કરે ? કેણ કેને માટે ત્યાગ કરે -ઈત્યાદિ. પણ આ પ્રશ્નનો ઉત્તર કે અભેદબુદ્ધિ હોય ત્યાં ત્યાગબુદ્ધિ સંભવે નહિ એમ અત્રે વિવિક્ષત હોય તે વેદાન્તને ઈષ્ટાપતિ છે. કર્તવ્ય કરવામાં ત્યાગબુદ્ધિ–હું ત્યાગ કરું છું એવું ભાન–જ જોઈએ એમ કાંઈ નથી. એ લેખક પોતે જ આગળ જતાં લખે છે કે “ઈશ્વરપ્રીત્યર્થે જ મનુષ્ય કર્તવ્યપરાયણ થાય છે.” હવે ત્યાં અમે એટલું જ પુછીશું કે અમુક કર્તવ્ય ત્યાગબુદ્ધિવડે ન કરતાં ઈશ્વરને એ પ્રિય છે એવી બુદ્ધિથી જ કરવામાં આવે તો એ લેખકના મતમાં કર્તવ્ય કર્યું ગણુય કે કેમ ? અમારું તે એવું માનવું છે કે ત્યાગબુદ્ધિથી જ કર્તવ્ય થવું જોઈએ એમ નથી. અત્યન્ત + જુઓ આ પુસ્તકનાં પૃઢ ૧૧૩ થી ૧૧૫.