________________
ક
અષ્ટાદશશ્લોકી ગીતા પ્રેમથી ઉછળી એનામાં જોડાઈ રહે, એની સાથે એકતા અનુભવે છે-એમ નીચેને ક કહે છે.
अनन्याचिन्तयन्तो मां ये जनाः पर्युपासते। तेषां नित्याभियुक्तानाम् योगक्षेमं वहाम्यहम् ॥
९ अ० २२ श्लो
(રાજવિદ્યારાજગુહ્ય ) - [“જે અનન્ય હેઈ મારું જ ચિંતન કરતા મને જ સર્વ પ્રકારે ભજે છે, તેવા નિત્ય અભિયુક્તને હું ચોગક્ષેમ આપું છું.”]
પણુ પરમાત્માને પૂર્વોક્ત રીતે અષ્ટવિધ પ્રકૃતિમાં આવિર્ભાવ પામેલ ચિંતનવિષય કરો, ઉપાસ, ભજે, એમ હોય તે (૧) પરમાત્મા પ્રકૃતિભાવ પામે એમ ઠરે, તથા (૨) એને પરિચ્છેદ પ્રાપ્ત થાય. આ શંકાના સમાધાનમાં કહે છે કે– ૧) પરમાત્મા પ્રતિભાવ પામે છે એમ સમજવાનું નથી. પ્રકૃતિ પરમાત્મરૂપ છે, અને પરમાત્માનું એમાં જ્ઞાનીને દર્શન થાય છે, અર્થાત પ્રકૃતિ પ્રકૃતિરૂપે નહિ પણ પરમાત્મરૂપે એને દેખાય છે. (૨) જેમ બરફ જળથી ભિન્ન નથી, જેમ તરંગ સમુદ્રથી ભિન્ન નથી, જેમ ઘટાકાશ મહાકાશથી ભિન્ન નથી-કાંઈક એવી રીતે, પ્રકૃતિ પરમાત્માથી ભિન્ન નથી. ભિન્ન નથી તે પછી પરિચ્છેદ શી રીતે કરી શકે? આનો ઉત્તર કે પ્રકૃતિ પરમાત્માથી ભિન્ન નથી ખરી, પણ પરમાત્મા તે પ્રકૃતિ માત્ર છે એમ સમજવાનું નથી. પ્રકૃતિ તે એના એક દેશમાં એનું રૂપ છે. એનું બાકીનું સ્વરૂપ તે પ્રકૃતિથી પર, માત્ર “ત્તિ રિ' કહીને જ બતાવી શકાય એવું છે. પણ એનું સંપૂર્ણ સ્વરૂપ પ્રકૃતિની પેલી તરફ જ નથી. કાંઈક પ્રકૃતિમાં છે, અમાપ એની પર છે. આ ઉભય પ્રકારની વસ્તુસ્થિતિ નીચે બતાવે છે –
अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन । विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो नगत् ॥ .
१० अ० ४२ प्रलो.
(વિભૂતિ) [“અથવા એવું બહુ જાણવાથી શો લાભ છે? હે અર્જુન! હું એક જ અંશથી આ આખા જગતને ધારણ કરી રહેલ છું.”]
છે. પ્રકૃતિએ પણ પરમાત્મા
સામાકાનું સ્વરૂપ