________________
અષ્ટાદશશ્લોકી ગીતા
૧
ધુ (એને પાણું પાવું તે અશકય જ છે, બહુમાં બહુ કરે તો એને પાણીને બહારને લેપ કરે) પણ જો મૂલ સૂકાવા દીધું તે એ વૃક્ષને જીવતું રાખવાને સર્વ પ્રયત્ન વ્યર્થ છે.
હવે અમૃત રૂપ જ્ઞાન તે “નિબૈગુણ્ય ની અવસ્થા છે, “તમે ગુણ ની અવસ્થા નથી–એટલું સ્મરણમાં રહેશે તે એ પણ સમજાશે કે કમરહિત જડવત પડી રહેવાનો યત્ન કરવામાં વેદાન્તનું તાત્પર્ય નથી, પણ કર્મને જ્ઞાનથી પ્રદીપ્ત કરી જ્ઞાનરૂપ બનાવવાનો આશય છે. આ જ ગીતાને “કાગ' અને એ જ એને “કર્મસંન્યાસી: ઉભય એક જ. આ રીતે અને “સંન્યાસ ની એકતા જેને સમજાઈ છે તે વિના ભયે પરમાત્માના વચનાનુસાર કરે છે. એ સારી રીતે હવે સમજે છે કે જેમ આ વિશ્વતન્ત્રને વ્યવહાર પરમાત્માને બાંધી શકતો નથી, એના “અશ્રુતઅભ્રષ્ટપણની સ્મૃતિ, એટલે કે બ્રશ કરી શકતો નથી; અથત પ્રકૃતિ–માયા-થકી બ્રહ્મમાં ઢંતાપત્તિ થતી નથી, તેમ આ દેહને વ્યવહાર પણ આત્માને લેપી શકતો નથી, એના પરમાર્થ સ્વરૂપને બાંધી શકતો નથી.
ત્રીજું–જેમ દેહ પ્રકૃતિને અંશ છે, તેમ આત્મા પરમાત્માને અંશ છે. પણ ચિતન્યમાં અંશાંશિભાવ સંભવે? જેમ દેહ એ પ્રકૃતિન્દ્રમાંથી આપણું કલ્પનાએ કાપી કાઢેલો છે, વસ્તુતઃ જેમ “હુંઅને “તમે છીએ, એમ હું (આત્મા) અને પરમાત્મા નથી, પણ પરમાત્મા તો આપણે બંનેમાં અનુસ્મૃત તત્ત્વ છે. જેમ આ દશ્ય વિષયો છે તેવો એ એક વિષષ નથી પણ વિષયમાત્રની વિષયતાસાધક પરમ તત્વ છે, એ વાતનું સંપૂર્ણ મનન કરવામાં આવે તે પરમાત્માની આત્મા થકી ભિન્નતા કેવી અસંગત છે, એનામાં દશ્યતા માનવી એ પરમ–સર્વ વસ્તુને ખુલાસો કરનાર-તત્વ તરીકે એનું જે પદ છે તેને કે વ્યાઘાત કરે, એ સમજાય. અર્થાત એક જ આત્મા–પરમાત્મા–એ જ નાના આત્મા રૂપે વિકસે છે; અને આ વસ્તુસ્થિતિનું નિદિધ્યાસન એ આત્મામાં પરમાત્મભાવ Úરાવે છે, આત્મામાં નિગૂઢ રહેલી પરમાત્મતા પ્રકટ કરે છે. આ રીતે આત્મ-અનાત્મ–પદાર્થના અવિવેકજન્ય જે મેહ તેનો નાશ, સ્વસ્વરૂપની જે સ્મૃતિ તેને લાભ, એ જેને થયા છે તેને પ્રકૃતિમાં દ્વિતીયતાબુદ્ધિ થતી નથી, તથા પોતે કરતો જણાય છે તે પણ વસ્તુતઃ પરમાત્મા જ કરે છે, અને કરવું એ પ્રકૃતિને જ ભાવ હેઈ, અને પ્રકૃતિ એ પરમાત્માથી અભિન્ન હોઈ, સર્વ પરમાત્માનું જ સ્કરણ છે એમ એને સમજાય છે. આનું નામ અને અનુભવ
૧૧