________________
પદર્શન
૧૩
ગણવા તલપીજી જાતનું સ્વરૂપ એ નથી વિરુદ્ધ
મીમાંસાશાસ્ત્રને નામે પ્રસિદ્ધ છે. આ શાસ્ત્ર સાંખ્ય અને વેગથી અસ્કૃષ્ટ રીતે અસ્તિત્વમાં આવ્યું એટલું જ નહિ, પણ સાંખ્ય અને યોગે જે મુશીબતના ખુલાસા નહિ કરેલા તેના ખુલાસા પણ આ શાસ્ત્ર આપી શકે છે એમ પ્રાકૃત લોકને લાગે તે નવાઈ નહિ. સાંખ્ય પુરુષાર્થ સિદ્ધ કરવા માટે આત્મબળ ઉપર વિશ્વાસ રાખે, મેંગે ઈશ્વરની મદદ લીધી, પણ ઈશ્વરને પણ પ્રસન્ન કરવાની તે જરૂર રહી, જેનો વિધિ યોગશાસ્ત્ર વર્ણવ્યો ન હતો. મગજ અને હૃદય જગતના અનુભવથી પરિપકવ થાય ત્યાર પછી ભલે સાંખ્ય અને યોગને ભાગ ચઢો, પણ ગૃહસ્થાશ્રમમાં તે એ યજ્ઞાદિ વિધિઓ દેવતાના અનુગ્રહ મેળવવા માટે જરૂરના છે, અને ચતુર્થાશ્રમમાં સાંખ્ય અને યેગનું ચિન્તન કરી શકવા માટે જે હદયની શુદ્ધિ જોઈએ એ પણ એ વડે જ આવી શકશે–એમ મનાવા લાગ્યુ. | મીમાંસાને ઉપદેશ દર્શનશાસ્ત્રના મૂળ તત્ત્વથી વિરુદ્ધ હતા. મનુષ્ય આત્મા પિતાનું અને જગત નું સ્વરૂપ ઓળખવા અને સર્વનું આદિકારણું જાણવા તલપી રહ્યા છે તે વખતે એની આગળ કર્મકાંડના વિધિ ધરવા તદ્દન નિરર્થક છે. અંગ્રેજીમાં કહેવત છે તેમ બોટલો ભાગે એને પત્થર આપવા સમાન આ ઉપદેશ થાય છે. દર્શનશાસ્ત્રના જ ખરા પ્રદેશમાં રહીન–અર્થાત તત્ત્વવિચારને જ પ્રધાનપદે સ્થાપીને એવો માર્ગ ન શોધી કઢાય કે જે સાંખ્ય અને યોગ જે ગૂઢ ન હોય અને સામાન્ય લોકના મગજમાં ઊતરી શકે? આવો માર્ગ વૈશેષિકદનમાં શોધાયો. આ દશ્ય જગત સત્વ રજસ્ અને તમસૂ–રાગ દ્વેષ અને મોહરૂપી પ્રકૃતિનો જ વિકાર છે એ બાધ સામાન્ય મગજથી ગ્રહણ થઈ શકે એવો નહોતે. “મહત્તત્ત્વ નામનું સામાન્ય કલ્પનામાં દૂર દૂરથી પણ ન આવે એવુ તવ સામાન્ય જન સ્વીકારવા ના પાડે એમાં આશ્ચર્ય નહિ. “જ્યોતિષ્મતી” “તંભ' આદિ યોગશાસ્ત્રના ઉપદેશ્ય પદાર્થો, પ્રાકૃત જનની દૃષ્ટિમાં અર્થહીન શબ્દો વિના અન્ય શું હોઈ શકે? આ મુશીબતમાંથી મુક્ત વિશેષિક દર્શન હતું. આ ઘટ છે, એને રંગ છે, એને આમ તેમ ચલાવી શકાય છે, એને અમુક ખાસ ધર્મ છે જેને લઈને એ ઘટ કહેવાય છે, એ ગુણ કર્મ અને લક્ષણભૂત સામાન્ય, સર્વે ઘટરૂપી દ્રવ્યમાં અમુક નિત્ય સંબધ(સમવાય) થી રહેલાં છે. ઘટ કપાલને બનેલો છે, કપાલ કપાલિકાના બનેલા છે, એમ ઊતરતાં ઊતરતાં છેવટે આપણે કેઈક ઠેકાણે અટકવું જ જોઈએ, નહિ તે અનવસ્થા થાય—એ અન્તિમ દ્રવ્યને આપણે પરમાણુ કહીએ, અને એક પરમાણુ એ જ જાતના બીજા પરમાણુથી ભિન્ન છે એ વાતનો ખુલાસો