________________
શgs: ફળ મમ”
૨૪.
suઃ શરણં મમ” swત પર મિ િતરવમહું ગાજે ?
આવું સૂત્ર મંગલાચરણ માટે, બલ્ક જીવનની દેવી તરીકે સ્વીકારવા માટે, બીજું મળવું કઠણ છે. એ ત્રણ વાર મેં ઉચ્ચાર્યું, તેમાં મહારું કાંઈક તાત્પર્ય છે. મહારી આગળ બે પંડિત કહ્યું છું. એમાંથી સગુણબ્રહ્મવાદી ભક્ત છે તે કહે છે: “કૃષ્ણથી પર–એની પાર એવું બીજું કોઈ તત્ત્વ હું જાણુ નથી.” સામા બેઠેલા નિર્ગુણ બ્રહ્મવાદીએ પણ એ જ પંક્તિ ઉચ્ચારી, અને કહ્યું. “કૃણથી પર” “કિમપિ”—નામ, અનિવચ્ચ-જે નિર્ગુણ બ્રહ્મ છે તેને હું જાણું શકતા નથી, અથત મહારા જ્ઞાનને વિષય કરી શકતો નથી; કારણ કે નિર્ગુણ બ્રહ્મ ય નથી, “અવામનસગોચર” છે—કૃતિ કહે છે તેમ “વિજ્ઞતારમ ન વિનાનીચત?જે સર્વજ્ઞાનમાં જ્ઞાતારૂપે રહે છે એને જ્ઞાનને વિષય કેવી રીતે કરી શકાય ? આમ સગુણ બ્રહ્મવાદી અને નિર્ગુણ બ્રહ્મવાદી વચ્ચે thesis અને antithesis પરસ્પર વિરુદ્ધ પક્ષને વિરોધ ચાલી રહ્યા છે, ત્યાં હું એમને શાંકરેદાન્તને સિદ્ધાન્ત અવલકવા, અને અવલોક્યો હોય તે ફરી જરા ઊંડા ઊતરીને અવલોકવા, વિનંતિ કરું છું. શંકરાચાર્ય ખરું જોતાં સગુણને નિષેધ કરતા નથી, પણ એમના દેખાતા નિષેધને ઊકેલીને જોવામાં આવે તે સ્પષ્ટ સમઝાય છે કે એમને મતે અધિકાન સતથી પૃથફ ગુણ એવી વસ્તુ છે જ નહિ, માત્ર આપણું બુદ્ધિએ નિમેલી પૃથક્કરણની કલ્પનાથી એને પૃથફ માની લીધી છે, કે વસ્તુતઃ એ અધિકાન સતથી અતિરિક્ત કોઈ પદાર્થ જ નથી, અધિકાન સતનું એ અમુક સ્વરૂપ જ * બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં દર રવિવારે હવારે ગીતાપ્રવચન થાય છે. કૃણ જન્માષ્ટમીના ઉત્સવ અનન્તર એક વાર મુખ્ય પ્રવચન થયા બાદ શ્રી કુલપતિજીની આજ્ઞા થઈ કે મહારે પણ કાંઈક કહેવું, તે ઉપરથી હિન્દીમાં આપેલું વ્યાખ્યાન. “ગીતાપ્રવચન” માટે નિયત કરેલા સમય કરતાં વધારે સમય ન થઈ જાય–જેથી કોઈ શ્રોતાજનને ગીતા ઉપર અનાદર થાય તે માટે હું કાળજી રાખું છું. અને તેથી મહારું વ્યાખ્યાન મહે ટૂંકું કર્યું છે.