________________
“શs: સુર મ”
૧૯૭
વેદ સંહિતાના અનેક દેવામાં – તેમ મનુજ આત્મામાં પ્રભુનું દર્શન કરતાં મનુષ્ય શીખે છે ત્યારે મનુષ્ય આત્મા પણ ઊંચી ભૂમિકાએ ચઢે છેઃ એટલે સુધી કે બાહ્ય સૃષ્ટિ પણ એની સેવિકા રૂપે કલ્પાય છે. અર્થાત એ નવી દષ્ટિમાં મનુષ્ય મુખ્ય અને સૃષ્ટિ ગૌણ સ્થાને રહે છે. આથી જ બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ખ્રિસ્તી આદિ સર્વ ધર્મના અવતારવાદમાં બાહ્ય સૃષ્ટિના અધિષ્ઠાતા દેવો પણ (ખ્રિસ્તી ધર્મમાં ફિરસ્તાઓ પણુ) પ્રભુના અવતાર વખતે સ્વર્ગમાંથી ઉતરી એની સેવા માટે હાજર થાય છે. મનુજ આત્માની આ શ્રેષ્ઠતા અને પૂજા (apotheosis) થકી પ્રભુની ગૌણતા થતી નથી, પણ મનુજ આત્માની ઉચ્ચતા થાય છે એ અવતારવાદનું રહસ્ય છે. પરમાત્માને કઈ દૂર સ્વર્ગમાં બેઠેલ કલ્પીએ તે આ પૃથ્વી ઉપર એ શી રીતે અવતરે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય જ. પણ કઈ પણ વિચારક પરમાત્માની એવી સ્થલ કલ્પના અત્યારે કરતો નથી. પરંતુ સ્વર્ગને કઈ દૈશિક ભૂમિરૂપે ન સમઝીએ અને એને નિરલંકાર આધ્યાત્મિક અર્થમાં જ લઈએ તે પણ એક પ્રશ્ન રહે છે કે પરમાત્મા છવાત્મા ન જ થઈ શકે ? ઠીક જ કહેવું છે કે “Infinite” યાને અપરિચ્છિન્ન તે “finite”યાને પરિચ્છિન્ન કેમ થાય? માટે અપરિચ્છિન્ન પરિચ્છિન્ન થવું એ ભાવ * દેશકૃત કાલકૃત અને વસ્તુકૃત પરિચ્છેદ યાને મર્યાદા રહિત. + વેદાન્તસૂત્રકાર બાદરાયણ મુનિના પહેલાં આ વિષયમાં ત્રણ મત હતા એમ જણાય છે. એક આશ્મરણ્યને મત કે જીવાત્મા પરમાત્માને વિકાર હઈ પરમાત્માથી ભિન્ન નથી જેમ મૃત્તિકાના પદાર્થો મૃત્તિકાથી ભિન્ન નથી તે રીતે. “બ્રહ્મને જાણવાથી સઘળું જણાઈ જાય છે” એ વ્યક્તિની પ્રતિજ્ઞા ત્યારે જ સિદ્ધ થાય જ્યારે (કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય છે એ રીતે) જીવને બ્રહ્મનું કાર્ય માનીએ. બીજો મત ઔલોમિને છે; ઔલોમિ માને છે કે જીવાત્મા, અર્થાત જ્ઞાની જીવાત્મા, જ્યારે દેહ છોડીને જાય છે ત્યારે પરમાત્મા સાથે એક થાય છેઃ “યથા ન સચવાના સમુદ્ર એ ન્યાયે. આ રીતે, જીવાત્માને પરમાત્મા સાથે અભેદ સિદ્ધ નથી, પણ સાધ્ય છે. ત્રીજો મત કાશક7ને છે. એમના મત પ્રમાણે પરમાત્મા છે તે ને તે અવિકારી રહી, જીવાત્મા રૂપે અજ્ઞાને કરી અનુભવાય છે. અર્થાત જીવાત્મા તે પરમાત્મા છે જ, એણે પરમાત્મા થવાનું નથી, પણુ પરમાત્મા છું એમ જાણવાનું છે. આ ત્રીજે સિદ્ધાન્ત ઉપર સ્વીકારેલો છે. કૃતિ કહે છે: “૩ાન નરેનાતમનાડનુંવિર નામ સાથrm”–પરમાત્મા પોતે જ છવભાવે પ્રવેશ કરીને જુદાં જુદાં