________________
દિવ્યપ્રભાત
૨૯૭
આ બેમાંથી બીજે ઉત્તર જ ખરે સમજાય છે. પ્રથમ ઉત્તરમાં ખામી એ છે કે એ રીતે તે જ્ઞાનના યથાર્થ અને મિથ્યા એવા વિભાગ જ ન પડે. જ્ઞાન માત્ર આત્માની ક્ષણિક અવસ્થિતિ રૂ૫ થાય અને યથાર્થ અને મિથ્યાસત્ય અને અસત્ય એવું કાંઈ સંભવે જ નહિ. સ્વપ્ન જેમ આત્માની એક સ્થિતિ છે તેમ જાગ્રત એક બીજી સ્થિતિ થાય, અને જાગ્રત સ્વમને બાધ કરી હુરે છે એ અનુભવની અયોગ્ય અવગણના થાય. વળી, એક ઉચ્ચ જીવનના મનુષ્યને જગત કેવું ભાસે છે, અને એક સ્વાર્થપરાયણ વણિકને કેવું ભાસે છે એ જરા કલ્પનામાં લાવો અને પછી કહે કે એ બે જગત માત્ર જુદા જુદા પ્રકારનાં પણ બંને ખરાં છે એમ કહેવું એ વસ્તુસ્થિતિનું યથાસ્થિત વર્ણન છે, કે એ બેમાંથી એક જ ખરું છે અને બીજી દેવથી ભાસે છે એ કહેવું યથાર્થ છે? એક મનુષ્યને સત-અસતને વિવેક કરનાર અંતર્દીપ પ્રકાશમાન છે, બીજાને અસ્ત વા અપ્રજવલિત છે. એ બંને કર્તવ્ય વિચારમાં પિતપોતાની રીતે ખરા જ છે એમ કહેવું ઉચિત ગણાશે? નહિ જ. ત્યારે સામાન્ય બુદ્ધિ અને કૃતિ વિષે જે સિદ્ધ છે, એ આત્મા વિશે–એટલે આત્માના ધાર્મિક તત્વ વિષે–પણ સિદ્ધ હોવું જ જોઈએ.
આપણું વ્યવહારાવસ્થા એક ગાઢ સુષુપ્તિ છે એ અનુભવ છેડે ઘણે ભાગે પ્રત્યેક ધાર્મિક હૃદયને છે. પ્રભુનો સાક્ષાત્કાર જેમ વધારે તીવ્ર, વધારે ઊંડે, વધારે ખરે તે ચાલે છે, તેમ આ અનુભવ આત્મામાં વધારે સ્થિર અને સૂત થ (સીવા) આવે છે. સર્વ ઉપદેશગ્રન્થના અગ્ર સ્થાને વિરાજનાર શ્રીમદ્ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે –
" या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। ચર્ચા જાગ્રતિ મતાનિ ના નિur cરયતા મુજે (જે ભૂત માત્રની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે, અને જેમાં સર્વ ભૂત જાગે છે તેમાં જ્ઞાનીની નિદ્રા છે. “અજ્ઞાની જન સબ સતે હય, ઉસમેં સંયમી જાગત હૈ વિષ્ણુદાસજી લોટત લેત સબમેં અલખ જગાવત હૈ.”) અને એ જ સિદ્ધાન્તને જુદા જુદા કવિઓએ તત્ત્વવેત્તાઓએ અને ધર્મોપદેશકાએ જુદી જુદી તરેહથી પ્રતિપાદન કર્યો છે, નરસિંહ મહેતાની માફક અખે કહે છે: “હું હું રૂપી વીતે રાત, તેને ટળતાં થાય પ્રભાત.” કાલિદાસ ४हे , " मरणं प्रकृतिः शरीरिणां विकृति वितमुच्यते युधैः । (મરણ એ પ્રાણુની પ્રકૃતિ છે; જીવિત એ જ વિકૃતિ છે.)” અને ભક્ત કવિ વવર્થ પ્લેટના સિદ્ધાન્તને અનુવાદ કરી લખે છેઃ