________________
દિવ્યપ્રભાત
૨૩
આ રીતે આન્તર જગતની બ્રહ્મરૂપતા બતાવી, બાહ્ય જગતની શ્રદ્ધારૂપતા બતાવે છે. પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપન્યાં,અણુ અણુ માંહિ રહ્યારે વળગી ફૂલ ને ફળ તે તે વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિરે અળગી.”
પૃથિવ્યાદિ પંચ મહાભૂત પરિબ્રહ્મ,” એટલે પરબ્રહ્મ વા પરિઃ (આસપાસ) વિસ્તરી રહેલા બ્રહ્મા, વિષે ઉત્પન્ન થયાં છે; અને “અણુ અણુ પ્રત્યેક પરમાણુ, “બ્રહ્મમાંહી ” જ વળગી રહ્યાં છે. તાત્પર્ય કે જગતની ઉત્પત્તિ અને સ્થિતિ બંનેનું કારણ બ્રહ્મ છે, અને તે જગતથી તટસ્થ એટલે બહાર રહીને નહિ, પણ જગથી પર છતાં “વિષે એટલે અન્તમાં રહીને;અર્થાત્ જગતનું નિમિત્ત-ઉપાદાન–અને–અધિષ્ઠાન કારણ બ્રહ્મ છે. જેમ ફૂલ” અને “ફળ” વૃક્ષમાંથી જ ઉત્પન્ન થયાં છે, અને જેમ વૃક્ષથી “ડાળ અળગી નથી પણ વૃક્ષની જ અવયવભૂત છે, તેમ આ જગત પણ બ્રહ્માને જ વિલાસ (ફૂલ) છે, બ્રહ્મની જે રસનિષ્પત્તિ (“ળ”) છે, શ્રદ્ધાને જ એક અંશ (“ડાળ') છે. પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે “ઊપન્યાં” એટલે ઉત્પન્ન થયાં–ઉત્પન્ન કર્યા એમ નહિ. આમ કહેવામાં કદાચ સૂક્ષ્મ તાત્પર્ય એવું હોય કે બ્રહ્મ સ્વયં નિર્વિશેષ છે, સર્વ સંધરહિત છે, અને આ પ્રકામ છે એટલે એની સાથે ઉત્પત્તિ કરવાનો વિચાર અસંગત છે. જગત બ્રહ્મની “કેવલ લીલા” છે એમ વેદાન્ત તરફથી કઈ કઈ વાર કહેવામાં આવે છે, તેનું તાત્પર્ય એટલુ જ છે કે કઈ પણ પ્રકારના શ્રમ વિના એટલે માયારૂપી બ્રાના સ્વભાવથી જ આ જગતને આવિર્ભાવ છે, અને બ્રહ્મને આનન્દ એમાં મૂર્તિમાન થાય છે. બ્રહે અમુક સમયે જગન્સર્જનને આરભ કર્યો એમ માનતાં અનેક બાધ આવે છે. અદ્વૈતમાથી Àત કેમ થયુ? અમુક ક્ષણે જ જગતની ઉત્પત્તિ શા માટે થવી જોઈએ? એથી પહેલા કેમ નહિ ? અત્યાર સુધી વિલંબનું કારણ શું? કારણ હોય છે તે જ કારણ એ કરતાં અધિક વિલંબ કેમ ન કરે? ઈત્યાદિ. * વેદ તે એમ વદે, શ્રુતિ સમૃતિ સાખ દે, કનકકુંડળ વિષે ભેદ ને, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અને તે હેમનું હેમ હોયે.
કાર્યકારણના અભેદ ન્યાયે, જગત, બ્રહ્ન થકી ભિન્ન નથી એ સિદ્ધાન્તનું વેદ પ્રતિપાદન કરે છે, અને શ્રુતિ-સ્મૃતિ પણ એમાં “સાખ્ય” પૂરે છે. - ડો. માર્ટિને પણ આ દેશ કબુલ કરે છે.