________________
૧૪.
દિવ્યપ્રભાત
આપણે વ્યાવહારિક અનુભવ પણ કહે છે કે કનક કુંડળ વગેરે જુદાં જુદાં “નામરૂપ” “ઘાટ ઘડ્યા પછી” થાય છે, પણ આરંભમાં અને અંતમાં. તે સર્વ જહેમરૂપ” જ છે. અને વિચાર કરતાં મધ્યમાં પણ એ હેમ જ છે. શ્રી ગૌડપાદાચાર્ય કહે છે તેમ “સાવાવ = ચરિત વર્તનકપિ તરથા” જે આદિ અને અંતમાં નથી તે વર્તમાનમાં પણ નથી જ. અત્રે
વેદ” એટલે મન્નસંહિતા અને “કૃતિ” એટલે બ્રાહ્મણ-ઉપનિષદ્ એમ અર્થ હોય, અથવા “શ્રતિ” શબ્દને જરા અવિચારિત પુનરુકિતરૂપ પ્રયોગ થઈ ગયો હોય. ગમે તે હે. પણ અત્રે, કદાચ કવિને અનભિપ્રેત એવો નિગૂઢ ધ્વનિ રહ્યો છે તે એ છે કે વેદ એટલે જ્ઞાન, શબ્દાર્થજ્ઞાન; પછી એ જ્ઞાનનું શ્રવણ એટલે હૃદયમાં ઉતારવું; અને પછી એનું વારંવાર સ્મરણ એટલે પ્રીતિ પૂર્વક નિદિધ્યાસન—એ ત્રણ વિધિ થતાં પૂર્વોક્ત સત્યને યથાર્થ અનુભવ થાય છે. આ રીતે જોતાં, વેદ ફક્ત “દ છે” પણ એની “સાખ્ય” તે શ્રુતિ અને સ્મૃતિ જ પૂરે છે એ કહેવું એગ્ય છે. જીવને શિવ તે આપ ઈચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા ભણે નરસે તે જ તું તે જ તું, એને સમયથી કંઈ સંત સીધ્યા.
જીવ અને શિવ ઉભયનું અસ્તિત્વ “આ૫માં” કહેતાં આત્મામાં– નિર્વિશેષ બ્રહ્મમાં–છે; જેના ભાયારૂપી સ્વભાવથી ચૌદ લોકને “પરપંચ” એટલે “મિથ્યાબાજી વા પંચીકૃત જગત્ રચાયું છે. “હે ભાઈ! તે જ તું છે” “તરવ”િ એમ નરસૈયો સમજે છે અને તેને સમજાવે છે. એને સમયથી જ અનેક સંત સિદ્ધિને પામ્યા છે. અને એનું વિસ્મરણ એ આ જગત વૃક્ષનું આદિ કારણ છે.
સુદર્શન નવેમ્બર ઈ. સ. ૧૮૯૮