________________
, ૨૦૮
દિવ્યપ્રભાત
" Our birth is but a sleep and a forgetting;
The soul that rises with us, our life's star Hath had elsewhere its setting And cometh from afar.”
" (“મર્યજીવન એક સુષુપ્તિ છે, સ્વ-સ્વરૂપનું વિસ્મરણ છે” ઈત્યાદિ.) બૌદ્ધધર્મનું “નિર્વાણુ” અને કિશ્ચિએનિટિને “Reconciliation” એટલે મનુષ્યઆત્મા ઈશ્વરથી વિમુખ થઈ એના કોપને પાત્ર થયો છે, પણ આખરે ક્રાઈસ્ટદ્વારા ધર્માચરણથી એ ઈશ્વરને તથા એના પ્રસાદને પામશે–એ બંને સિદ્ધાન્ત એક જ સત્યનાં સ્વરૂપ છે. અને એ જ વાત વેદાન્તીઓ ભાયા
અવિદ્યા, “અજ્ઞાન, વિવર્ત “અનિર્વચનીયતા ઇત્યાદિ પારિભાષિક શબ્દ વડે સમજાવે છે. “માયાવાદી ને આ રીતે સમજી લેતાં, એ સંબંધી અનેક મિથ્યા કલ્પનાઓ અનાયાસે દૂર થઈ જાય છે.
જ્ઞાનનાં દ્વાર જુદાં જુદાં સંભવે છે, જેવાં કે ઈન્દ્રિય, મન વગેરે. પણ જ્ઞાન પતે તે હમેશાં એકરૂપ જ છે. એટલે ધર્મવૃત્તિદ્વારા જે સત્ય મનુષ્યઆત્મામાં ઉદય પામે છે તે તર્કથી પણ સિદ્ધ કરી શકાય એવું હોવું જોઈએ; અર્થાત ધર્મવૃત્તિ એક વાત સ્થાપે અને તર્કવૃત્તિ એથી ઉલટી જ વાત સિદ્ધ કરે એ અસંભવિત છે. માટે પૂર્વોક્ત ધાર્મિક હૃદયને અનુભવ જે ભ્રમ નથી તો તેનું તર્કથી સમર્થન કરવું–એ કામ માત્ર વેદાન્તીઓનું જ નથી, પણ સમાન રીતે સર્વ સત્યાન્વેષી જનને શિર છે. વેદાનતને “ભાયાવાદી આ સિદ્ધ કરવાને યત્ન છે, તે એ “ભાયાવાદને ખેટ કરાવવા કેાઈ પણ ધાર્મિક આત્માને શા માટે આગ્રહ હોવો જોઈએ એ અમારાથી સમજાતું નથી.
(૧) અનુભવવિધ એ માયાવાદ ઉપર મૂકાતું એક દૂષણ છે. પણ જરા સૂકમતાથી વિચારતાં સમજાશે કે ભાયાવાદનું જગત નથી એવું સામાન્ય કહેવું નથી, પણ જગત જગત-રૂપે નથી એમ કહેવું છે, અને આ બે ઉક્તિ વચ્ચે ભેદ છે. અવરચ્છેદ વગર સામાન્ય રીતિએ જગતને છે વા નથી કહેવું એ બંને સરખી રીતે અર્થશન્ય વાકયો છે. જગતને અમુક અવચ્છેદ લઈને, એટલે અમુક રૂપે જ, “છે વા નથી કહેવામાં અર્થ છે. માયાવાદ સ્પષ્ટ રીતે કહે છે કે જગત જગરૂપે નથી. એમ કહેવાનું તાત્પર્ય એવું છે કે પ્રાકૃત જનને જગત જે રૂપે ભાસે છે તે કરતાં ધાર્મિક આત્માને એ જ રૂપે પ્રતીત થાય છે. અને એ બે પ્રકારમાં ધાર્મિક આત્માની જે દષ્ટિ છે તે જ ખરી છે, અને પ્રાકૃત જનની બેટી છે. એ જ વાત બીજી