________________
છીsor
of ww”
છે, અને પછી અધિષ્ક્રય ન રહ્યું એટલે અધિકાન કહેવાની પણ જરૂર નથી. માત્ર સત બસ છે. ત્યારે કૃતિ અસંખ્યવાર જગતના સટ્ટા તરીકે બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, અને વળી “જેતિ નેતિ” કહી એને સર્વ વિશેષણની પાર પણ મૂકી દે છે એનું શું? એ દેખાતા વિરોધમાં કૃતિનું તાત્પર્ય એમ કહેવાનું છે કે જે જગત છે તો એને અષ્ટા પણ છે, અને તે સગુણ બ્રહ; પણ જે જગત નથી તે એને સટ્ટા પણ નથી, બ્રા સગુણ નથી પણ નિષેધાતીત જે રહી જાય છે તે જ છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે ગુણ એના કાર્યના ખુલાસા માટે જ કલ્પાય છે, અને તે કોઈ પણ પદાર્થમાં કલ્પવા હોય તે તે–અર્થાત અષ્ટવ–પ્રકૃતિ કે પરમાણમાં નહિ પણ બ્રામા જ કલ્પવા જોઈએ. આ સૂચન કરવા માટે શ્રુતિ બ્રહ્મનિર્ગુણતા નિર્દેશવાની સાથે બ્રહ્મક્વ નુ પણ કથન કરે છે. આમ શાંકર સિદ્ધાંત પ્રમાણે નિર્ગુણ અને સગુણ એવાં બે બ્રહ્મ નથી, તેમ એકલું નિણ છે અને સગુણ નથી એમ પણ નથી, પણ સગુણ જ ઠીક ઠીક વિચાર કરતા, અર્થાત પરમાર્થતઃ, નિર્ગુણ જ છે એમ સમઝાય છે. આમ હાઈ આપણું સર્વ વ્યવહાર માટે બ્રહ્મ સગુણ છે એમ માનીને ચાલીએ તે એમા શાકર વેદાન્તને વિરોધ નથી, પ્રત્યુત (ઉલટું ), ઉપર કહી તે thesis અને antithesisy synthesis માં, અર્થાત બે વિરોધી પક્ષને ત્રીજા ઊંચા અને ગ્રાહક સિદ્ધાન્તમાં સમાધાન–સમ્યક્તયા આધાન– થઈ જાય છે. તે માટે “suત પર વિમપિ તરવમહું જ સને” એ પંક્તિ ત્રણ વાર ત્રણ અર્થમાં હું ઉચ્ચારૂ છુ.
શ્રીમદભગવદ્દગીતામાં પરમાત્માને અનેક રૂપે વર્ણવ્યો છે. જગતના અષ્ટા રૂપે, પિતારૂપે, માતારૂપે, તત્ત્વરૂપે; એટલું જ નહિ, બલ્ક મનુષ્યસંસ્કૃતિ જેને માટે આપણે પ્રાચીન શબ્દ “ધર્મે” છે એના રક્ષકરૂપે એનું મુખ્ય પ્રતિપાદન કર્યું છે, અને એ બીજમાંથી મહાભારતના યુદ્ધની સર્વ ઘટના ઉત્પન્ન થએલી બતાવી છે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥
મ. , વિશેષ નિરૂપણ માટે હારૂ વડોદરામાં આપેલ વ્યાખ્યાન જુવે શ્રીમદ્ ભગવદ્ગીતા સંબંધી થોડુંક વ્યાખ્યાને.