________________
૧૯૨
યુધિષ્ઠિરનું અસત્યકથન ઉન્નત કરવાની પ્રભુની ગહન યોજના” કહે છે તે જગતની લાલચે અને એ લાલચે અસર કરે એવું મનુષ્યના મનનું સ્વરૂપ રચ્યા વિના કેમ સંભવે એ હું સમજી શકતા નથી. અર્થાત એ યોજનાને હું અનાદર કરતું નથી એટલું જ નહિ પણ એને આદર કરું છું તેથી જ, એ જગતની લાલચેની અને એ લાલચો અસર કરે એવું મનુષ્યના મનના સ્વરૂપનું કર્તુત્વ પરમાત્માનું માનું છું, જીવનું નહિ. કારણ કે એ કર્તવ જીવનું હોય તે જીવ પોતે પોતાની મેળે પિતાની “ઉન્નતિની કસેટી' રચે છે એમ થયું, અને પછી કેસેટી જ ક્યાં રહી ? રા. નરસિંહરાવ પૂછશે કે યુધિષ્ઠિરને કસવા માટે પ્રભનનું અસ્તિત્વ જ બસ હતું, “કૃણ (પરમાત્મા)ના વાક્યની શી જરૂર હતી? આને ઉત્તર કે–પરમાત્મા વિશ્વની રજેરજમાં સભર ભર્યો ? છે અને સર્વત્ર એનું પ્રાકટ્ય છે, છતાં જેમ અમુક અમુક પદાર્થોમાં એ વિશેષ રીતે પ્રકટ થતે દેખાય છે, તે જ પ્રમાણે કસોટી વડે મનુષ્યને ઉન્નત કરવાની ગહન જનાને અંગે સર્વત્ર પ્રલોભને એણે પાથરી મૂક્યાં છે અને એ વડે પ્રતિક્ષણ આપણને એ કષ્યા જ કરે છે, છતાં જીવનના કેટલાક અસાધારણ પ્રસંગોએ એ કસોટી એવી તીવ્ર બને છે કે એ પ્રસંગે ઈશ્વર આપણું સામે ઊભું રહી આપણને તાવે છે એમ કહેવું જ પ્રાપ્ત થાય છે. પ્રલોભનના સમુદ્રમાંથી આ ઉછળતું ભેજું એ જ “વાક્ય.” જેઓ પરમાત્માથી સ્વતન્ત્ર સિદ્ધ શેતાન નામની દુષ્ટ શક્તિ સ્વીકારતા નથી તેઓને આ સમુદ્ર, આ સમુદ્રના મેજ, એમાં તરવાનું નાવ, અને એ નાવનું રક્ષણ કરનારી “ગુપ્તિ (રક્ષણજના–જેને જનો માગુપ્તિ,
વાગગુપ્તિ,' “કાય–ગુપ્તિ' કહે છે) સર્વ પ્રભુની જ કૃતિ છે. તેમજ માયા વિમદિન-એ મતલબનાં અસંખ્ય વાક્યમાં વિમાહિની માયા પણ પ્રભુની જ છે એ સિદ્ધાન્ત મહાભારત અને અષ્ટાદશ પુરાણમાં સર્વત્ર નજરે પડે છે. એ સિદ્ધાન્ત જેએને માન્ય ન હોય તેઓને પણ એ સિદ્ધાન્તાનુસાર વ્યાસજીએ જે કાવ્યરચના કરી તે સામે વાંધો ઊઠાવવાને હક નથી. મારા જ શબ્દો ફરી ઊતારવાની છૂટ લઉં તો “આ વિચિત્ર ઘટનાને પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે શી રીતે ઘટાવવી એ ધર્મના તત્ત્વજ્ઞાનનો મહાપ્રશ્ન છે–જેને ખુલાસે કરવાની કવિને માથે ભાગ્યે જ ફરજ છે. એનું કામ તે, જગતની ઘટના ઉપર પ્રતિભાને પ્રકાશ નાંખી એ ઘટના જેવી છે તેવી વાચક આગળ પ્રત્યક્ષ કરવાનું છે; બલકે એ ઘટનાની પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે * હું નથી ધારત કે રા. નરસિંહરાવ શેતાનનું અસ્તિત્વ માનતા હોય. તેથી એ કહ૫ હું છોડી દઉ છું.