________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૫
“૩પરચું નરરતા દ્રઇસઃ સર્વરામિઃ”–રાજમાત્રને, અર્થાત, જેમને માથે લોકત– ચલાવવાની હેટી જવાબદારી છે તેવા સર્વને, નરક જોયા વિના છૂટકે નથી–અથત એમને પાપ કરવાની જરૂર પડ્યા વિના રહેતી નથી, અને પરિણામે પાપનાં ફળ પણ ભોગવવા પડે છે. યુદ્ધ એ પણ લોકત– ચલાવવાને અંગે ક્ષત્રિયને માથે આવી પડતું કર્તવ્ય છે, પણ એ કર્તવ્ય અનેક પ્રપંચ જૂઠ વગેરે દેષોથી સંકુલ છે, અને પરલોકમાં એની શિક્ષા ખમવાની–યુદ્ધમાં તરવાર ખમવાની એની જેવી ફરજ છે તેવી જ– ફરજ છે.
૮. પણ આ ઉપરાંત હજી એક ઊંડું સત્ય મહાભારતકારે આ કથામાં સૂચવ્યું છે–એ મનન કરવા જેવું છે. “અશ્વત્થામા મરાયો” એમ અસત્ય બોલતાં ભીમને જરાપણ સંકેચ આવતો નથી; યુધિષ્ઠિરને સંકેચ આવ્યો, પણ આખરે એ પણ બોલ્યાઃ ન બે એક અજુન. આ ભેદનું શું કારણ? આમાં મનુષ્યસ્વભાવનું એક ગૂઢ તત્વ કવિ તારવી આપે છે. આ પ્રમાણે ભીમ, વૃત્તિના વેગને–ઉપનિવઃ જેને “રા' વિરૂદ્ધ “ઇ” કહે છે તેને– જલદી તાબે થઈ જાય એ સ્વાભાવિક છે. યુધિષ્ઠિર ધર્મ (Law) ને અવતાર છે, પગલે પગલે કાર્યકાર્યને વિચાર કરીને ચાલનાર છે, પણ એને આ ધર્મબુદ્ધિ સિવાય વધારે ઊંચું અવલમ્બન નથી, અને તેથી એ આખરે ધર્મમાંથી યુત થાય છે. અર્જુન પરમાત્માને સખા છે, ભક્ત છે. એની ભાવના ધર્મ(Law)ની નથી, પ્રેમ( Love)ની છે; અને જેમ રાતદિવસ પિતાનું આરોગ્ય સાચવવાને બુદ્ધિપૂર્વક યત્ન કરનાર મનુષ્ય ભાગ્યે જ પોતાનું આરોગ્ય સાચવી શકે છે, તેમ રાતદિવસ નીતિ જાળવવાની ચિંતા રાખનાર મનુષ્ય ભાગ્યે જ નીતિનું બરાબર સંરક્ષણ કરી શકે છે. અને નીતિની દરકાર કરી નથી, પણ વીરત્વ કેળવ્યું છે અને પ્રભુ સાથે પ્રેમ બાંધ્યો છે–એ આ ક્ષણે યુધિષ્ઠિરના “અધર્મભીરુત્વ” કરતાં પણ એને વધારે કામ આવે છે. મનુષ્ય મનુષ્યત્વ કેળવતાં
દિવસ
દરકાર એ જ ના
* આ બાબત, વિશ્વામિત્રાદિક ઋષિઓ, દ્રોણને ચેતાવીને, અસત્ય સામે એને ફરિયાદને હક બંધ કરે છે એમ કહીએ તો ચાલે. યુદ્ધનાં અસંખ્ય પાપ અને સ્નેહવિધ્વંસને દર્શાવીને મહાભારતકારે બ્રાહ્મણ માટે–અર્થાત ઉચ્ચ સંસ્કારી છે માટે–યુદ્ધ પ્રતિ નિર્વેદ ઉત્પન્ન કરવાને આશય રાખે જણાય છે.