________________
યુધિષ્ઠિરનું અસત્યકથન
૧૮૩
એની પાર ઈશ્વરને જ મૂકે છે–અર્થાત આ જગતના વ્યવહારમાં મનુષ્ય જે લાલચે અનુભવે છે એ ઈશ્વરે જ સજેલી છે, એ લાલચેના વિષય ઈશ્વરે જ સજ્યાં છે, એટલું જ નહિ પણ એ વિષયો મનુષ્યના મને ઉપર અસર કરે એવું વિષયનું સ્વરૂપ અને મનુષ્યના મનનું બંધારણ ઘડયું છે એ પણ ઈશ્વરની જ કૃતિ છે—માટે જ મહાભારતકાર કહે છે કે શ્રીકૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને જયની લાલચ બતાવી. આમાં શ્રીકૃષ્ણને કાંઈ દેષ લાગતો હોય તો તે આ જગતમાં લાલચો ઉત્પન્ન કરીને તથા એ લાલચે મનુષ્યના મન ઉપર અસર કરે એવું એ લાલચેનું અને મનુષ્યના મનનું સ્વરૂપ ઘડીને પ્રભુએ પિતાને માથે જે દેષ વહે છે તે જ છે. વસ્તુતઃ સિદ્ધાન્તમાં, આ સદોષ જગત રચીને પણ પરમાત્મા નિર્દોષ જ રહે છે–આ પ્રપંચના ચાલક હેઈને પણ કૃષ્ણ યથાર્થ કહી શકે છે કે “નોપૂર્વ મચા મિથ્યા safજ વાવન."*
૫ વ્યાસજી, ઉપર પ્રમાણે કર્તવ્યની મુશ્કેલી, લાલચનું સ્વરૂપ, તથા એમાં પરમાત્માની અદ્ભુત રચના બતાવીને અટકયા નથી. એમ કર્યું હોત તે આપણને એમને અસત્યને ઉત્તેજન આપનાર તરીકે નિન્દવાનું કારણ રહેત. પણ એમણે તે આ અસત્યના પ્રસંગની વિકટતા બતાવવાની સાથે એ અસત્યને બિલકુલ બચાવ કર્યો નથી; બલકે એ અસત્ય બોલ્યાનું શું પરિણામ આવ્યું એ એક લીટીમાં પણ બહુ સચોટ નાપસંદગીથી જણાવી દીધું છે તે એ કે યુધિષ્ઠિરને તે જ ક્ષણે પ્રભાવ નષ્ટ થઈ ગયો–એમનો રથ જે અત્યાર સુધી જમીનથી ચાર આંગળ ઉચે ચાલતા હતા તે જમીનને અડો' આટલું જ નહિ પણ આ વાત ખાસ સ્મરણમાં રાખી મહાભારતકાર અસત્યની નિન્દાને એમના ગ્રન્થમાં ફરી એક પ્રસંગ રચે છે. સ્વરેહણુ પર્વમાં યુધિષ્ઠિરને કવિ નરકમાં ફેરવે છે–અને નરકમાં ભાઈઓને જોઈને એને દુઃખ થાય છે, ત્યારબાદ એ બધે નરકનો દેખાવ સ્વમવત ઊડી જાય છે એના કારણમાં ઈન્દ્ર યુધિકિરને કહે છે–
* ઉત્તરાના બાલકને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રથી બાળી નાખે ત્યારે એ બાળકને ખોળામાં લઈ ઉત્તરા વિલાપ કરવા લાગી અને એને જીવતે કરવા કૃષ્ણને પ્રાર્થના કરી ત્યારે “સીગ્ન વિગુત્તારમાં સર્વ વિવાર જનતા નોપૂર્વ મયા મિશar std જાવન” એમ ભારતકાર કહે છે.