________________
૧૮૮
યુધિષ્ઠિરનું અસત્યકથન મુકીને તેને અવળો અર્થ લેવો ના જોઈએ; યુધિષ્ઠિર અસત્ય બોલ્યા તે આપણે તેમ કરવાને શી અડચણ?––એમ સાર લેવાનું નથી. આપણે તે તેમના સત્યવાદિત્ય ઉપર જ લક્ષ રાખી અનુકરણ કરવું જોઈએ.” આટલે જ વિશેષ ઉપદેશ કર્યો હોય, તે તે તે હું જે કહેવા માગું છું તે કરતાં જુદું જ છે. શ્રોતાજને યુધિષ્ઠિરના નવ્વાણું સત્ય ઉપર ધ્યાન આપી સત્ય બોલતાં શીખવું જોઈએ કે એક અસત્ય ઉપર ધ્યાન આપી અસત્ય બોલતાં શીખવું જોઈએ એ સંબંધી વિવેચન ઉમેરવાથી મારી આકાંક્ષાની પૂર્તિ થતી નથી. હું માનું છું તે એ કે યુધિષ્ઠિરનાં નવ્વાણું સત્ય ઉપર ધ્યાન આપી એના આ સેમા અસત્ય માટે દયા ખાઓ-અને પ્રભુને પ્રાર્થના કરે કે “હે પ્રભુ! તું અમને-યુધિષ્ઠિર કરતાં હજારગણું નિર્બળ મનુષ્યને–એવા વિકટ પ્રસંગેથી તાવીશ નહિ. અને તાવે તે તું એવે વખતે અડગ રહેવા અમને બળ આપજે !” - ૩ હું કબૂલ કરું છું કે “ યુધિષ્ઠિરના આ અસત્યને તે બચાવ ના જ કરી સકાય.” બચાવ ન કરી શકાય, પણ મૂંઝવણ બતાવી શકાય ખરી. પ્રકૃતિ પ્રસગે કાંઈ જ મૂઝાવાનું કારણ નહોતુ અને “નિષ્પાંડવા પૃથ્વી થવા દઈને પોતાનું સત્ય સાચવ્યું હત” તે એ નિર્દોષ માર્ગ હતો એમ મારી નૈતિક બુદ્ધિ કબૂલ કરી શકતી નથી. યુધિષ્ઠિરને ખાતર મૂગે મહએ અસંખ્ય દુખ સહન કરનાર ભાઈઓને, તથા પોતાને આશ્રયે યુદ્ધમાં ઉતરનાર હજારે મનુષ્યોને, દ્રોણને હાથે મરવા દઈને પણ યુધિષ્ઠિરને માથે પિતાનું સત્યવાદિત જાળવવાનું કર્તવ્ય ખુલ્લું હતું, એમ હું કહી શકતું નથી. હું ફરીથી કહું છું કે મને તે એમાં “selfishness of virtue' અથવા ' spiritual pride (સ્વાથી સગુણવૃત્તિ કે વિશુદ્વાઈન અભિમાન) સ્પષ્ટ દીસે છે. રા. નરસિંહરાવને આમાં મતભેદ હોય તો એ મતભેદ ટાળવાને મને કાઈ માર્ગે જડતો નથી. ઘણું તો હું એટલું જ કહે કે મારા લેખમાં Paulsens “System of Ethics” ના veracity ઉપરના જે પ્રકરણને ઉલ્લેખ કર્યો છે તેમાં બતાવેલા પ્રસંગોએ સત્ય બોલવાનું કર્તવ્ય કેવી રીતે ખુલ્લ છે એ રા. નરસિંહરાવ બતાવશે તે તેથી વિષય ઉપર ઘણું અજવાળું પડશે.
૪ રા. નરસિંહરાવ કહે છે કે “ “અને ભાવિ તણું જ પ્રભાવે 'એ વચનમાં વ્યાસે પિતાના કાવ્યના નાયકને કાંઈક બચાવ કર્યા જેવું કર્યું છે.” મને આમાં યુધિષ્ઠિરને બચાવ કર્યો નથી લાગતું. વ્યાસજીએ આમાં--