________________
૧૮૬
યુધિષ્ઠિરનું અસત્યકથન
જેવું દેવત્વ પ્રાપ્ત કરે છે, તેવું બુદ્ધિપૂર્વક દેવત્વ કેળવવા જતાં તે પ્રાપ્ત કરી શકતું નથી. બલ્ક એને પાત થાય છે.
પ્રભુ! મને મનુષ્ય જ રાખે, પણ તમારે રાખે–એ કરતાં હું અધિક ભાગ નથી.
[વસન્ત ભાર્ગશીર્ષ, સંવત ૧૯૬૯]
(ફરી ખુલાસો) માર્ગશીર્ષને વસન્તમાં “યુધિષ્ઠિરનું અસત્યકથન” એ વિષય ઉપર મેં એક પ્રાસંગિક નેધ લખી હતી. તેમાં, સાધારણ રીતે કેવા દષ્ટિબિંદુથી યુધિષ્ઠિરના જીવનને આ પ્રસંગ વિલોકવામાં આવે છે, અને ભારે મતેકવિ તેમ જ નાયકને ન્યાય થવા, કેવા દષ્ટિબિંદુથી એ વિલોક જોઈએ, એ વિષે મારા નમ્ર વિચારે મેં વાચક આગળ રજુ કર્યા હતા. અને, આમ દષ્ટિબિન્દુ બદલવાથી આ પ્રસંગ કેવું જુદું જ સ્વરૂપ ધરે છે એ બતાવવાને ઈરાદો હતો, તેથી મેં મારા વિચારને “મતભેદ ન કહેતાં “દષ્ટિભેદ કહેવાનું વધારે પસંદ કર્યું હતું. ટૂંકામાં, મારા એ લેખમાં યુધિષ્ઠિરના અસત્યકથનની પાછળ રહેલા નૈતિક અને ધાર્મિક સિદ્ધાતની ચર્ચા કરવાના કરતાં—એ પ્રસંગમાં કવિએ આલેખેલા એક ભવ્ય કરુણરસના ચિત્ર તરફ વાચકની દૃષ્ટિ દેરવાને વિશેષ ઉદ્દેશ હતિ.
મારા આ લેખનું રા. નરસિંહરાવે માઘના વસતમાં કાંઈક સ્નેહના પક્ષપાતપૂર્વક અને કાંઈક સ્વમતના સદાગ્રહ પૂર્વક, અવલોકન કર્યું છે. એમાં પ્રકટ કરેલા “સ્નેહભાવયુક્ત વિરોધ’ના વિરેાધ-અંશ તરફ લક્ષ દેતાં સ્નેહને અન્યાય (ક્ષતિને તો સંભવ જ નથી, પણ અન્યાય) થાય, તેથી ઉત્તર લખવાને ભારે પ્રથમ વિચાર ન હતો; પણ રા. નરસિંહરાવની પિતાની જ સ્નેહી માગણીથી પ્રેરાઈ તેમ જ એ ચર્ચાપત્રમાં રા. નરસિંહરાવ- આણંદશંકરને મતે–આ વાર્તાના સામાન્ય શ્રોતાઓ” ના ભેગે હું
પણ “માત્ર આટલી વાત સાંભળીને અને તે ઉપર ઊડે વિચાર ન કરીને, ધર્મરાજને અને મહાભારતકારને ઉભયને કાંઈક અન્યાય કરું છું. ધર્મરાજાના “આ એક દૂષણના ભાનમાં હું ધર્મરાજાનું દિવ્યતાથી
ભરપૂર ચરિત્ર ભૂલી જાઉં છું.”—ઈત્યાદિ, એમની વિચારશક્તિ માટે મને જે માન છે તેની અવગણના કરતે