________________
જડવાદ અને ચૈતન્યવાદ
૧૫૫
આજ એમ કરે તો એક વિદ્યામાં સમયમાં પ્રસિદ્ધ અષ્ટિ
વ્હોટું અત્તર ભાંગ્યું, અને વિશ્વનું અન્તિમ ઉપાદાનકારણ પરમાણુ કરતાં ઘણું દૂર છે એમ ભાન થવા લાગ્યું.
વળી, કેટલાંક વર્ષો પહેલાં મેસ્મરે વિચારસંક્રમણની શક્યતા સિદ્ધ કરવા યત્ન કર્યો હતો, પણ એ યત્ન પ્રતિપક્ષીઓના દ્વેષ અને વિરોધને લીધે અનાદર પામ્યો હતે. મેમરને સિદ્ધાન્ત હવે પાછો ગ્રહણ થવા લાગ્યો. અને હવે યોગસમાધિની વાર્તાઓને બદલે–એના શબ્દપ્રમાણ માત્રને બદલે–એના પ્રત્યક્ષ પ્રાગે સાયન્સના પ્રતિષ્ઠિત વિદ્વાનેને હાથે સેંકડે થવા લાગ્યા. આ રીતે, ચૈતન્યની પ્રતિષ્ઠા વધી, અને જડને જડવડે જ સ્પર્શી શકાય છે તથા નિયમી શકાય છે એ ભ્રાન્તિ દુર થઈ. વિદ્યુત અને લોહચુમ્બકની શક્તિઓનાં રહસ્યો દિનપરદિન વધારે જડતાં ગયાં, અને એમાંથી પણ એ જ વાત સિદ્ધ થતી ચાલી કે વિશ્વમાં ગૂઢ ઘણુ છે, અને ચિતન્યમાં વિદ્યુત અને લોહચુમ્બક જેવી શક્તિ ભરેલી હોય, આપણે જેને આજ પર્યત જડની શક્તિ માનતા આવ્યા છીએ એ છેવટ ચિતન્યની જ શક્તિ છે એમ ઠરે તો એમાં આશ્ચર્ય નહિ.
પરંતુ આટલાથી જડવાદ વિધાનમાં સર્વત્ર અગ્રાહ્ય થઈ ગયો એમ સમજવાનું નથી. ઓગણીસમી સદ્દીની સમાપ્તિના વર્ધમાં પ્રસિદ્ધ સૃષ્ટિશાસ્ત્રા હેલે સાયન્સની એ મહાન સદીની જયન્તીને એક લેખ બહાર પાડે છે, અને એમાં જણાવ્યું છે કે ચૈતન્યવાદીઓ જડ અને ચેતનને એક બીજાથી જુદા બે સ્વતન્ત પદાર્થો માને છે એ તદ્દન ભૂલ છે, વિશ્વમાં એક અખંડ પદાર્થ ભર્યો છે, જેમાંથી ક્રમે ક્રમે જડ અને ચેતન ઉદ્દભવે છે, ચેતન એ જડના જ વિકાસક્રમમાં એક આગળનું પગથીયું છે. વિશ્વમાં બે સૂત્ર નથી, એક જ સૂત્ર છે, અને એ સૂત્રમાં કોઈ પણ પ્રકારની ગાંઠ કે તૂટ નથી.
છેવટે, આજકાલનાં વર્ષો ઉપર આવતાં–આપણા સ્વદેશબંધુ પ્રેફેસર બેસે સિદ્ધ કર્યું છે કે જેમ ચેતન ઉપર વિશ્વની અસર થાય છે તેમ જડ ઉપર પણ થાય છે; વિષ દાખલ થતાં જીવત–શરીરમાં જેવી ચેષ્ટા થાય છે એવી જ ચેષ્ટા ધાતુઓ (metals) ના શરીરમાં પણ થાય છે અર્થાત વિષની અસર થવી એ ચેતનને અસાધારણ ધર્મ નથી.
ઉપર જણાવેલી કેટલીક શોધો ઉપર વિચાર કરતાં સમજાશે કે એ જેમ ચૈતન્યવાદને અનુકૂલ જણાય છે તેમ જડવાદને પણ અનુકુલ જણાય છે. ચેતનમાં વિદ્યુત જેવી શક્તિ જોવામાં આવે, અને ભૂતપ્રેત પણ અસ્તિત્વમાં હાય, અને પરમાણુઓમાં કઈક અનિર્ણનીય સદાગતિમાન પદાર્થ ભરપૂર ભર્યો હોય, તે એ વાત જડને પ્રદેશ કેટલો બધો વિસ્તીર્ણ છે અને અદ