________________
એક હરિકીર્તિન
એક હરિકીર્તન
અંગ્રેજ પ્રજાની અનુપમ સફળતાવાળી રાજ્યપદ્ધતિમાં એક લાક્ષણિક તત્ત્વ એ જોવામાં આવે છે કે–સહસા એને કઈ ફેરફાર કરવો તે નથીઃ પ્રથમ તે એ ફેરફારની વિરુદ્ધ જ પડે છે; પણ એ ફેરફાર એના આતરસત્ત્વ અને ન્યાયને બળે પિતામાં ચૈતન્ય દાખવે છે એટલે એ એને સત્કાર આપવા માંડે છે, એને પિતામાં ભેળવે છે, એને પિતાનો જ કરી લે છે. પ્રથમ સામી પ્રીત, પછી સતકાર, પછી સહ-કાર, અને પછી સ્વી-કાર, એવો ક્રમ છે. આવી જ રીતની સંરક્ષણની અને ઉદારતાની વૃત્તિ હિન્દુસ્થાનના ધાર્મિક ઇતિહાસમાં, બ્રાહ્મણોએ દેખાડી છે. ધર્મ કેશના રક્ષક તરીકે પ્રથમ તેઓએ નવા સુધારાની વિરુદ્ધ લાગણું દર્શાવી છે, તે એ સુધારાએ પોતામાં ધાર્મિક ચિતન્ય સિદ્ધ કરી બતાવ્યું કે તુરત એને સત્કાર પણ આપે છે. અને એ સુધારાને એના મૂળ પ્રવર્તકે જે સેવા નહિ કરી હોય તે સેવા એ બ્રાહ્મણોએ કરી છે. એટલું જ નહિ, પણ જેમ હિન્દુસ્થાનમાં અંગ્રેજ રાજ્યકર્તાઓએ પિસ્ટ-તાર-રેલવે-શહેરસુધરાઈ અને કેળવણી વગેરે સુધારા માટે મૂળ લોકલાગણની વાટ જોઈ નથી, તેમ આ બ્રાહ્મણ શાસ્ત્રકારોએ પણ ઘણું સુધારા પિતાની મેળે જ દાખલ કર્યા છે– અને એનું એક ઉત્તમ ઉદાહરણ, ધર્મનાં ઊંડાં સત્યોને લેકચર કરવા માટે ઉત્તરેત્તર એમણે કરેલા યત્નો છે.
પ્રથમ એમણે વેદને જ પ્રમાણ માન્યા; અને એની શુદ્ધિ જાળવવા ખાતર શદ્રાદિકને વેદનું શ્રવણ કરવાને નિષેધ કર્યો. પણ તે જ સાથે, ઇતિહાસ અને પુરાણ રચી, વેદનાં જ ઊંડાં સત્યે લેકને, મધુર અને સુન્દર વાણુમાં–-વેદ કરતાં પણ વધારે ચિત્તાકર્ષક રૂપે, આપ્યાં; અને “વિશ્વાસપુરાણ રે સમુદ્યુત'=“ઇતિહાસ અને પુરાણુ વડે વેદનું સારૂ ઉપબહણ–વિસ્તાર, પિપણુ–કરવું.” એવો વિધિ દાખલ કર્યો. કાળ જતાં અસંખ્ય વનસ્પતિથી ભરપૂર આ વનમાં, અમૃત–આધિની સાથે નકામાં ઝાંખરાં પણ ઘણું ઊગ્યાં, અને વિષષધિ પણ ઊગી. આખરે નકામી અને હાનિકારક ઓષધિઓથી અમૃત એષધિને ઓળખી કાઢી એની એક નવી વાડી રચવાનો પ્રયત્ન થયે કહે છે કે વ્યાસજીને મહાભારત અને અષ્ટાદશ પુરાણ રચીને આત્મહુષ્ટિ ન થઈ, તેથી સર્વના મધુરરસરૂપ શ્રીમદ્ભાગવત રચ્યું. પણ જો વેદ પર્વતની સાતમી ટકે હતા, તે આ વાડી પણ પર્વતની કરાડે જ હતી. શિખર જેટલી તે બેશક એ દુધિરોહ નહતી તથાપિ