________________
૧૭૦
એક હરિકીર્તન
“હદય હે ! તે જ પ્રિયા પરહરી !—(ધ્રુવ ) બાળપણથી પ્રેમ ધરી મન ઉછેરી પોષણ કરી–હૃદય હો ! સખ્યયોગથી દૂર વસ્થાની લેશ વાત નવ ધરી હો ! કસાઈ પાળી પછી કપાતીઉર નિર્દય દે છરી, , તેમ કપટથી આજ પ્રિયાને
મૃત્યુમુખે દઉ, હરિ!–હૃદય હો! આ અને આવા બીજ વચને સંગીતકારો સાંભળીને જેને એકવાર રામને સીતા ઉપર કેવો પ્રેમ હતું એનું ભાન હૃદયમાં-મગજમાં નહિ પણ હૃદયમાં–જામી ગયું છે, તેને દસ સીતાત્યાગથી પણ એ ભાન શિથિલ થવાનું હતું? ઉલટું, એ પ્રેમ તે સ્ત્રીના સમાગમકાલનું સ્વાર્થી સુખ નહતું પણ વિગ–નિત્ય વિગ–ની કસોટીથી અધિક દીપી નીકળતા અનન્યભાવ હતો એ પ્રતીતિ વધારે તીવ્ર થતી હતી. બેશક, એ અનન્યભાવ હૃદયમાં ઉતાર્યા વિના પૂરેપૂરે કલ્પનામાં આવ કેવો મુશ્કેલ છે એ જાણીને જ વાલ્મિીકિએ કહ્યું છે કે –
___ " हृदयं त्वेव जानाति प्रीतियोग परस्परम्"
રામ અને સીતાનાં હૃદય–ભૂલ્યા, એમનું હૃદયએ જ તેઓને પરસ્પર પ્રીતિગ જાણે છે. અને રા. નરસિંહરાવ જેવાની મધુર વાણીથી, અને સંગીતની મદદથી, કે પ્રબળ કલ્પનાના પ્રભાવથી, એ હૃદય તે ક્ષણવાર આપણું થાય ત્યારે જ સીતાત્યાગનું યથાર્થ સ્વરૂપ સમજાય. બાકી નીતિશાસ્ત્રમાં કુશળ જને–વધારે લાભ સીતાને ત્યજવાથી થાય કે સીતાને રાખવાથી થાય, રાજધર્મ અધિક કે પતિધર્મ અધિક, હું એને ત્યજીશ તે એનું
અને એના ઉદરમાં બાળ છે તેનું શું થશે?—ઈત્યાદિ પરિણમના વિચારને નૈતિક ડહાપણ કહેનારા જનોના દષ્ટિબિન્દુથી રામે જોયું હેત તે એમને જુજ કરવું સૂઝત. પણ રામને તે નીતિશાસ્ત્રીઓની દરકાર નહતીઃ
- “નિરૂતુ નીતિનિપુvi ધિ કા રાવતુ” –એ એમનું દષ્ટિબન્દુ હતું. સીતા ક્યાં પિતાથી જુદાં હતાં કે એમના ધર્મને સવાલ એમને વિચારવો પડે ? એમને તે વાલ્મીકિ કહે છે તેમ પ્રત્યેક બિપા સીતા રામરચાનન મહારાજ !” સીતા પ્રકૃતિ થકી જ, સ્વભાવથી જ, નૈસર્ગિક રીતે જ વહાલાં હતાં. એ વહાલને એમને જગતને દેખાડો કરવાનો નહોતે.