________________
૧૭ર
એક હરિકીર્તન
સુખદ ગાન જ તેણે હું સુણ, મધુર નીંદરમાં શમતી ઘણું; પણ અહા ! કંઈ સ્વમ જ કારમાં
અનુભવી છળી જાગી હું તે હવાં.” પછી રાણીએ પોતાને આવેલાં સ્વપ્ન સિદ્ધાર્થને કહ્યાં ત્યારે–
વદે સિદ્ધાથા–“એ મારી મધુરી પદ્મની કળી! સર્વ છે સ્વમ એ રૂડાં, દીઠાં જે હે ફરી ફરી.” રાણું હે –“સત્ય એ નાથ ! પણ એહ વિરામતાં,
ઘેર વાણી સુણી મહે ત–આવી એ વેળ?” એમ ત્યહાં.” સિદ્ધાર્થે ઘણું આશ્વાસન દીધું—પણ “આવી એ વેળ” એ શબ્દોને ભેદ રાણથી સમજાય નહિ, અને એ વધારે ને વધારે મૂંઝાવા લાગી. આખરે–
(અનુષ્ટ્ર) રેતી રેતી પડી નિદ્રા મહિ તેય નિસાસથી ઊછળે ઉર, જાણે એ સ્વપ્રવાણું પ્રકાશતી;
“વળ એ! આવી વેળ એ!” એ સમયની સિદ્ધાર્થની સ્થિતિ કવિ નીચે પ્રમાણે વર્ણવે છે –
(વિષમ હરિગીત) એ સમે સિદ્ધાર્થ ઊંચા વ્યોમમાંહિ નિહાળતે, ને, જે ! શશી તહિ કર્ક રાશિમાં રહ્યોછ વિરાજ, ને ગ્રહો ચિરકાળ પૂર્વે ભાખિયા ક્રમમાં ઊભા, વધતા જા–“આવી રજનિએ ! ઉદ્ધારવા, જન જે ડૂખ્યા; ભાર્ગ વર્ય તું પુણ્યને કે જગતકેરી વિભૂતિને, આ ક્ષણ જે નિર્ણય કઠિન કર્યું સુખદુઃખકેરી પ્રસુતિને; રાજને અધિરાજ બનીને આણુ નિજ વર્તાવવા, કે મુકુટ ગૃહ વિણ શન્ય ભટકી જગતને જ બચાવવા.
(વલણ ). વિશ્વ તારવા કાજ આ આવી પળ અણુમૂલ.” મનુષ્યને કર્તવ્ય કરવાની માત્ર એક જ પળ આવે છે–એ પળ એ સાચવે છે તો તરે છે અને ખુવે છે તે ડૂબે છે. “ આ અણમૂલ પળ” સિદ્ધાર્થે સાચવીઃ એ બોલી ઊઠયોઃ