________________
૧૮૦
યુધિષ્ઠિરનું અસત્યકથન
કાંઈ ભીતિ અસત્યની ધારી, વળી વિજયને લોભ વિચારી; બે ધીરે યુધિષ્ઠિર,
પડે અશ્વત્થામા–કુંજર.
વ્યસંઘવીદ્રાના સૂર ર ાચુત ” –અશ્વત્થામા મરા” એમ કહ્યું પણ તે કહેવાની સાથે જ એના હય પુરુષે ”—અખ્તરાત્માએ એને ઠપ દીધો, તેથી એણે ઉમેર્યું કે “કુંજર'. આ અસત્યકથનને પરિણામે, તે જ વારે, યુધિષ્ઠિરને રથ જે અત્યાર સુધી જમીનથી ચાર આંગળ ઊંચે ચાલતું હતું તે પૃથ્વીને અડો!–
" तस्य पूर्व रथः पृथ्व्याश्चतुरङ्गलमुच्छ्रितः
बभूवैवं च तेऽनीकं तस्य वाहाः स्पृशन्महीम् !" –આ પ્રમાણે મહાભારતમાં કથા છે.
ધર્મરાજનું આ અસત્યકથન એમના જીવનમાં દુષણરૂપ મનાય છે એ ગ્ય જ છે. પણ મને ભય રહે છે કે આ વાર્તાના સામાન્ય શ્રોતાઓ માત્ર આટલી વાત સાંભળીને, અને એ ઉપર ઊંડે વિચાર ન કરીને, ધર્મરાજને અને મહાભારતકારને ઉભયને કાંઈક કાંઈક અન્યાય કરે છે. ધર્મરાજને તે અન્યાય ખુલ્લો જ છે—કારણ કે આ એક દૂષણના ભાનમાં તેઓ ધર્મરાજનું ભવ્ય નીતિથી ભરપૂર ચરિત્ર ભૂલી જાય છે. મને આ અન્યાયમાં રા. નરસિંહરાવે અન્ય સંબધમાં કહેલી એક મિથ્યા જનની ઉપહાસ વાત લાગુ પડતી દેખાય છે. જેનોને આદ્રી નક્ષત્રમાં કેરી ખાવાને બાધ છે, પણ એક મિથ્યા જૈન હતો તેણે હદ બાંધીને પ્રતિજ્ઞા કરી કે મારે હજારથી વધારે ન ખાવી. પહેલેથી જ હેટી સંખ્યા રાખી હતી એટલે મનમાની ખાવામાં કાંઈ હરકત આવે એમ નહોતુ ખૂબ ખાધી-ત્રણસો ખાધી; પણ આ છેડેથી ખાધી તે ન ગણતાં, બીજે છેડેથી, સાતસો ન ખાધી એ ગણું ! અને પોતે અદ્દભુત સંયમ કર્યો એમ માન્યું ! આ જ પ્રમાણે જ્યારે યુધિષ્ઠિરના અસત્યકથનની વાત સામાન્ય શ્રોતાજન સાંભળે છે ત્યારે આ છેડેથી, એમનાં નવાણું સત્ય ગણવાં જોઈએ તેને બદલે, બીજે છેડેથી, સામું અસત્ય જ ગણે છે, એ ઉપર જ એમની નજર ઠરે છે ! યુધિષ્ઠિરની આ સમયની દયામણી સ્થિતિ માટે દયા ધરવાને બદલે એને ઉપહાસ કરવામાં આનન્દ માને છે! વળી જેમ એ યુધિષ્ઠિરને અન્યાય કરે છે તેમ મહાભારતકારને પણ કરે છે. મહાભારતકારને જગતનાં ઊંડાં સત્યનું વિશાળ
રાખી હતી. આથી
ગણી. મારા