________________
૧૭૬
એક હરિકીર્તન
મૃત્યુ મરી ગયું રે લોલ.” પછી મરણને શોક ક્યાં રહો?—એમ બહુ ઉત્તમ રીતે છેવટને બોધ કર્યો.
હવે આ કીર્તનમાં મને એક ઊનતા લાગી તે કહું. નીતિની ઉગ્ર ભાવના-હરકીર્તનમાં, પ્રભુરસથી જેવી પીગળવી જોઈએ તેવી પીગાળવામાં આવી ન હતી. કર્તવ્યની અસિધારાને પ્રભુપ્રેમની પુષ્પમાળા બનાવવામાં આવી ન હતી. પશ્ચિમના ધાર્મિક ઇતિહાસમાંથી એક સ્થળ ભેદ ઉપયોગમાં લઈ તે– આખા કીર્તિનમાં “Old Testament” ને “New Testament” કરવામાં આવ્યું ન હતું–Law ને “Love” કરવામાં આવ્યો ન હતો.
રા. નરસિંહરાવનું કીર્તન સાંભળતાં મારા મનમાં જે ભાવ ઊગેલા તેની આ ભારી ટૂંક નોંધ. અત્યારે એ નોંધનું હું અવલોકન કરું છું તો એમાં તત્વજ્ઞાનના ચાર મહત્વના વિષયે સમાએલા મારી નજરે પડે છે –
(૧) બુદ્ધિ અને દય ( ૨ ) પ્રકૃતિ અને પુરુષ ( ૩ ) આ જીવન અને પરજીવન
( ૪ ) નીતિ અને પ્રેમ જેમ રા. નરસિંહરાવે તે કીર્તનમાં ચર્ચેલા કે ઉલ્લેખેલા તત્વજ્ઞાનના પ્રશ્નો મેં બાજુ પર મુક્યા છે, તેમ મારા પિતાના ભાવમાંથી ઉપસ્થિત થતા આ તત્ત્વજ્ઞાનના વિષયો પણ મારે છોડી દેવા પડે છે. એના અલ્પ નિરૂપણ માટે પણ અત્રે સ્થળ નથી. તેમ એને, રા. નરસિંહરાવના રસિક કીર્તનને, તત્વજ્ઞાનની વિષમ દલીલોમાં ગૂંચવી નાંખવું એ, આવાં કીર્તનના ઉદેશથી તેમ મારી નોંધના ઉદ્દેશથી વિરુદ્ધ હેઈ, મને અનુચિત લાગે છે.
[વસન્ત, આશ્વિન, ૧૯૬૮]