________________
નવાં દર્શન
તમારા કપ જલરાશિના જલની લહેરી
રહેલી (situated) હેય. દેશકાલ એ વસ્તુનું ઉપાદાન કારણ | (stuff of things') છે. જિજ્ઞાસુ–ત્યારે વસ્તુઓ દેશ-કાલમાંથી પ્રકટ થાય છે. એટલે કે જડ
પ્રકૃતિ એ દેશકાલ નામક એક અવિચ્છિન્ન પદાર્થક–જેને “આકાશ (ethereal reality) કહીએ –એમાંથી સર્વ ભૂત માત્રનો આવિભવ થાય છે. જેમ સરોવરના જલની લહેરીઓ એ સરેવરનો, તથા એના દ્રવ્યરૂપ જલરાશિને, ભાગ છે, તે જ પ્રમાણે જડ વસ્તુ– ભૂત માત્ર અનપેક્ષ, અદશ્ય અને અજડ એવા દેશકાલ નામક વસ્તુને ભાગ છે. દરેક પદાર્થ-તારા, પૃથ્વી સુ તમે સર્વે દેશકાલ નામક મહેદધિના તરગે છીએ એક જ મૂલભૂત
સતનાં રૂપ વા પ્રકાર છીએ, વિદ્વાન–હા, અને હવે તમે જોઈ શકશો કે આઈન્સ્ટાઈનના સિદ્ધાન્તને
પરિણામે આ ભૌતિક વિશ્વની આપણી સમઝણ પહેલાં કરતાં કેટલી બધી ફરી ગઈ છે! પેલાં ત્રણ મૌલિક સત-દેશ, કાલ અને જડ દવ્ય (સૂક્ષ્મ ભૂત)–એક પરમાર્થ સતમાં વિલય પામ્યાં છે—જે ચતુમન સતત પદાર્થો (four-dimensional continuum) આપણે કહ્યો તેમાં. એમાંથી આપણું મને દેશ અને કાલમાં ભમતા આ પરિદૃશ્યમાન ભૂતદ્રવ્યના પિડે સજ્ય છે. પરમાર્થ સત એથી એવું ભિન્ન છે કે એને આપણે કલ્પી પણ શકીએ નહિ. માત્ર ગણિતશાસ્ત્રને આધારે આપણે એને વિચારી શકીએ. આ અખંડ અને પૂર્ણ મહાન પદાર્થમાં સર્વ અવાન્તર પદાર્થ છે તેમને તેમ સ્થિર (static) છે. એમાં કાલની ગતિ નથી. આ મહાપદાર્થને આપણું મન જે અર્થ કરે છે તેને લઈ આ દૈશિક જગત અને કાલની ગતિ અને જીવનનું સર્વ નાટક (the whole drama
of life) ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસુ–આ૫ ગણિતશાસ્ત્રી છે. મને કહેશો કે કેવી ગણતરીથી, કેવા
તર્કથી, ગણિતશાસ્ત્રીઓ આ સિદ્ધાન્ત ઉપર આવ્યા છે? અદશ્ય,
અસ્પૃશ્ય, અકથ્ય પદાર્થનું તેઓનું શાસ્ત્ર હોય છે. જ આશ્રયાશ્રયિભાવને બદલે ઉપાદાનકારણકાર્યસંબન્ધ માન્યો, * આને ઉપનિષદ્ “મારા' કહે છે.