________________
નવાં દર્શન
૧૬૩
મનુષ્ય દેશ કાળ વચ્ચે જે ભેદ પાડે છે એ મૂળ પ્રકૃતિમાં પરમાર્થ
માં—નથી.
જિજ્ઞાસુ અર્થાત્, દેશ (Space) અને કાલ (Time) વિષે સામાન્ય લાકબુદ્ધિ (Common sense)ના વિચાર એ માત્ર કામચલાઉ છે—એટલે કે એમાં પારમાર્થિક નહિ પણ માત્ર વ્યાવહારિક સત્ય છે. મનુષ્યની દુનિયામાં દેશ અને કાલ સાપેક્ષ છે; પણ મૂળ પ્રકૃતિમાં—પરમાર્થમાં—જે દેશકાલ નામક એક પદાર્થ છે તે એક નિરુપાધિક, અવિક્રિય પદાર્થ છે.
વિદ્વાન—એમ જ. વિશ્વના આ નવા દર્શન પ્રમાણે આપણે જેને જડ વસ્તુ કહીએ છીએ તે દેશ અને કાલમાં નથી, પણ એ જડ વસ્તુ દેશ–કાલ નામક એક પદાર્થના અંશ છે. [In this new view of the universe what we call matter does not exist in space and time; matter becomes a part of space-time. ]
જિજ્ઞાસુ—પણ આપણે જેને જડ વસ્તુ કહીએ છીએ એ ઇલેકટ્રાન યાને વિદ્યુત્કણુના વાદ મુજબ, એનું પૂરૂ પૃચક્કરણ કરતાં, માત્ર વિદ્યુત્ તે શક્તિના જ અણુએ સિદ્ધ થાય છે. એ વિદ્યુતના અણુએ અમુક સંયેાગ થતાં રાસાયનિક અણુએ ( Chemical atoms ) અને છે, અને રાસાયનિક અણુઓ મળી જડપિંડ (lumps of matter)
અને છે.
વિદ્વાન—એમ જ. એ ઇલેકટ્રાન્સ (વિદ્યુત્–અણુ) વિષે આપણે આગળ જતાં વિશેષ વાત કરીશું. પણ અત્યારે એટલુ જ કહેવું ખસ છે કે આ વિદ્યુત્—અણુ કાઈપણ જડ દ્રવ્યનાં બનેલાં નથી, અને તે જ પ્રમાણે મ્હે ઉપર કહ્યુ તે ચતુર્થાંન (four-dimensional ) એક અખંડ—અવિચ્છિન્ન-સતત ( continuum) દેશકાલ નામક પદાર્થ પણ જડ દ્રવ્ય ( immaterial ) નથી.
વિદ્વાન ડૉ. ગણેશપ્રસાદને મે એક વખત પૂછેલું કે Relativity-Theory અમે સમઝી શકીએ એ રૂપમાં સમઝાવશે ? એમણે ઉત્તર દીધેલેકે એ અશકય છે.” તત્ત્વજ્ઞાનીએ પેાતાની રીતે એ વાદને સમઝી લે છે પણ તે પણ ભૂલ છે એમ કેટલાકનું માનવું છે.