________________
જંકવાદ અને ચિતન્યવાદ
૧૫૭
અર્થાત–પૃથ્વી આદિ પંચ મહાભૂતે જે પ્રકૃતિના આવિર્ભાવ છે, એ જ પ્રકૃતિના આવિર્ભાવ મન બુદ્ધિ અને અહંકાર પણ છે, પણ એથી આપણે જેને “જડવાદ” કહીએ છીએ એ જડવાદ પ્રાપ્ત થતું નથી કારણ કે, મને બુદ્ધિ અને અહંકારને અને પંચમહાભૂતના વિકારે માનવામાં આવતા નથી–પંચમહાભૂત અને મન બુદ્ધિ અહંકાર ઉભય વર્ગને ઉભયની પાછળ રહેલી પ્રકૃતિમાંથી ઉપજાવવામાં આવે છે. જે પ્રકૃતિ પંચમહાભૂત રૂપે પ્રકટે છે,
એ જ પ્રકૃતિ અને બુદ્ધિ અને અહંકાર રૂપે પ્રકટતી હોવાથી એક વર્ગમાં ઉપલબ્ધ થતો ધર્મ-જેમકે, ચેતન ઉપર થતી વિશ્વની અસર–બીજા વર્ગમાં પણ ઉપલબ્ધ થાય-ધાતુઓ ઉપર પણ વિષની અસર થતી જોવામાં આવે– એ સુશ્લિષ્ટ છે. "One touch of Nature makes the whole world kin,"
પ્રકૃતિને સંસ્પર્શ સર્વત્ર એક જ હોઈ, સર્વ જગતને બધુભાવમાં જોડે છે–એકાકાર બનાવે છે”—એ પંક્તિમાં જેટલું હૃદયનું સત્ય રહ્યું છે, એટલું જ બુદ્ધિનું સત્ય પણ રહેલું છે. જગત જે કવિની દષ્ટિએ એકાકાર છે, એ સાયન્ટિસ્ટ અને ફિલસુફની દષ્ટિએ પણ તેવું જ છે.
આ રીતે, દશ્ય પદાર્થમાત્રને–પૃથ્વીથી માંડી અહંકાર સુધી સર્વને દસ્ય પદાર્થની એકતાસંપાદક પ્રકૃતિ પર્યન્ત આપણે લઈ જઈ શકીએ છીએ. પણ આ પ્રકૃતિ તે માત્ર “અપરા પ્રકૃતિઃ “અપરા” એટલા માટે છે—જો કે એ એકતાસંપાદક ખરી, તથાપિ પરપ્રકાસ્ય. પરા પ્રકૃતિ જે
જીવ”=આત્મા, એના પ્રકાશથી એ પ્રકારે છે, એના થકી એ બની રહેલી છે. ભૂતમાત્રની અનેકતામાં જે એકતાનું દર્શન કરી પ્રકૃતિ પર્યત આપણે પહોંચીએ છીએ—એ એકતાસંપાદક વ્યાપાર આત્માના અનુસધાન-અનુસ્મૃતિ વિના અશક્ય છે.
પરમ તત્ત્વ મહાન આગે દેવી ખરે શિશુ સમાન જ ન્હાની લાગે.” હવે આ “આત્માનું સ્વરૂપ કેવું છે?—એને ઉત્તર અસંખ્ય અનુભવી મહાત્માઓ આજ પર્યન્ત આપતા આવ્યા છે. એ અનુભવચિત્રની કાંઈક રેખા નીચેના પદ્યમાં છે –
રા. નરસિંહરાવ.
* રા. મણિલાલ.