________________
નવાં દર્શન
વિદ્વાન–ખ; એમ હવે સાધારણ માન્યતા થઈ છે, અને અત્યારે તત્વ
જ્ઞાનના પ્રત્યક્ષવિરોધી સિદ્ધાન્તો પણ બહુ જ સહાનુભૂતિ અને ધ્યાન પૂર્વક વિચારાય છે. કલાકારને કેવળ સ્વમાં જોતા કે ઘડીભર આનન્દ આપતા જ તરીકે અવગણું કાઢવામાં આવતા નથી, બલ્ક સાયન્સ કરતાં પણ ઊંચી એવી, વસ્તુનું તત્ત્વ જેવાની, દૃષ્ટિ કલામાં રહેલી છે એમ મનાવા લાગ્યું છે. સાયન્સથી ગભરાવાનું હવે કારણ રહ્યું નથી. ઉલટું સાયન્સ અત્યારે સહુ સાથે આનન્દથી
હળી મળી ગયું છે. જિજ્ઞાસુ–આ અત્યારને લેકમત કેટલે દરજજો સાચે છે? વિદ્વાન–કહેવું જોઈએ કે તવતઃ આની તરફેણમાં ઘણું કહેવાનું છે. જે
સાયન્સનું વિશ્વ હમણાં જ આપણું આગળથી ખસ્યું છે તેમાં ગૂઢતા એવું કશું હતું જ નહિ! નહિ કે સાયન્સના પંડિત પિતાને સર્વજ્ઞ, ભાની બેઠા હતા. તેઓ જાણતા હતા કે એમના વિશ્વમાં હજી ઘણું જાણવાનું બાકી છે; પણ તે સાથે એ નિર્ણય કરી બેઠા હતા કે અત્યાર સુધી સાયન્સે જે માર્ગ લીધો છે તે જ આગળ અનુસર્યો જવાને છે. એક વિદ્વાને કહ્યું હતું તેમ, સાયન્સ એની ગણતરી
એક દશાંશસ્થાન આગળ કાઢવાની છે એટલું જ. જિજ્ઞાસુ-આપ વિહોરિયન સાયન્સના ય–વાદ ( Mechanistic
doctrine) ને ઉલ્લેખ કરે છે એમ હું સમજું છું. વિદ્વાન–હ. એ વાદનું મુખ્ય લક્ષણ એ હતું કે એની દષ્ટિએ આ
સમસ્ત વિશ્વ એક યન્ત્ર (machine) છે, અને એના સઘળા વ્યાપાર એક યન્ત્રના વ્યાપાર માફક સમઝવાના છે. એ સિદ્ધાન્ત પ્રમાણે દરેક વસ્તુ–આપણું અન્તના ચિતન્યના વ્યાપાર પણ–જડ પદાર્થના ટુકડાઓમાં શક્તિઓ (Forces) ની ખેંચતાણુથી થતી ગતિઓનું પરિણામ છે. અર્થાત જડ વસ્તુ (Matter) એ ભૌતિક વસ્તુ છે, અને આ વિશ્વ તે અમુક ગતિના નિયમાનુસાર આકાશમાં
ભમતા એવા જડ પદાર્થના ગેળાનું જ બનેલું છે. જિજ્ઞાસુ–આ દષ્ટિબિન્દુ સમઝવું સહેલું છે, કારણ કે એ સામાન્ય
બુદ્ધિનું દૃષ્ટિબિન્દુ છે. જડ વસ્તુ એટલે દેશકાળમાં રહેલું દ્રવ્ય. એટલે સામાન્ય મનુષ્ય આ ત્રણ પદાર્થોને મૌલિક પદાર્થો માને છે? દ્રવ્ય, દેશ અને કાલ,