________________
૧૫૪
જડવાદ અને ચૈતન્યવાદ
આ અરસામાં, સાયન્સ પોતે પિતાની જ પ્રમાણપદ્ધતિએ આ પ્રશ્નને ચુકાદ કરવા યત્ન કરી રહ્યું હતું. જડવાદી સાયન્સવિદ્વાનોએ કિશ્ચયન સંપ્રદાયના ચેતનવાદનું ખંડન કરવા કેટલાક પ્રયોગો કર્યા અને દલીલો કરી, પણ એથી જડ અને ચેતન વચ્ચે ભેદ ભાગવાને બદલે વધારે મજબૂત થયો. ક્રિશ્ચન સંપ્રદાયીઓનું એવું કહેવું હતું કે કાર્યકારણના જડ યાત્રિક નિયમની બહાર ચૈતન્યપદાર્થ છે–જેની ઉત્પત્તિ કોઈ પણ લૌકિક કારણમાં નથી, પણ ઈશ્વર થકી છે. આ સિદ્ધાન્તના જુદી જુદી રીતે જવાબ દેવામાં આવ્યા –
૧) એટલે સુધી પણ તર્ક ઊડ્યો હતો કે પૃથ્વી જ્યારે અતિ પ્રચંડ ઉષ્ણ પદાર્થમય હતી તે વખતે જે કે એના ઉપર ચેતનનું અસ્તિત્વ અશક્ય હતું, તથાપિ એ જ્યારે શીતળ થઈ અને ચેતનને રહેવા લાયક થઈ તે વખતે એના ઉપર કઈક ખરતા તારા સાથે બહારથી ચેતન પદાર્થ આવ્યો હશે અને એ રીતે ચેતનની વસ્તી બની હશે. (૨) પ્રસિદ્ધ જતુવિઘાચાર્ય પૈસૂરની શોધથી હવે એમ સમજાવા માંડયું હતું કે જ્યાં ચેતનના અસ્તિત્વને લેશ પણ સંભવ નથી ત્યાં પણ અસંખ્ય ચેતનવૃન્દો ભય હોય છે–તે પ્રચંડ ઉsણતાની વચ્ચે પણ વિલક્ષણ સૂક્ષ્મ ચેતન-જતુઓ વસતાં હોય તે આશ્ચર્ય નહિ. (૩) જડમાંથી જ ક્રમે ક્રમે સ્વાભાવિક રીતે જ ચેતન વિકસી આવે છે—જડ કારણના નિયમેથી જેને ખુલાસે ન થઈ શકે એવું ચેતન કાંઈ વિલક્ષણ કાર્ય નથી. ' આમાંના પહેલા બે ઉપન્યાસ ઉપર વિચાર કરતાં જણાશે કે યદ્યપિ એનાથી ક્રિયન સંપ્રદાયમાં માનેલી ઈશ્વરકર્તકે ચેતત્પત્તિને નિષેધ થાય છે, તે પણ એનાથી ચેતનવાદનું ખંડન થતું નથી ઉલટું, જડ સાથે ચેતન વળગેલું હોય તે જ બીજું ચેતન નીકળે એમ કહેવાની સાથે જ જડ અને ચેતન વચ્ચે ભેદ સ્વીકારાઈ જાય છે. ત્રીજે ઉપન્યાસ–જડના નિયમથી જ ચેતનને સઘળે ખુલાસે થઈ જાય છે એ—હજી સુધી અસિહ છે.
વળી આ ઉપરાન્ત સર વિલ્યમ કૂકરે સિદ્ધ કરી આપ્યું કે સાયન્સના સઠ પ્રકારના પરમાણુઓ એ જગતનું અન્તિમ ઉપાદાન કારણ નથીઃ સાયન્સ જેને જડ પરમાણુ કહે છે એ એનાથી પારના કેઈક એક પદાર્થને આવિર્ભાવ છે. વળી લાર્ડ કેલ્વિન અને પ્રેફેસર ટિન્ડોલે જણાવ્યું કે સૂમ પદાર્થની ગતિમાંથી પરમાણુ નીપજેલો છે અને ગતિથી એ ભરેલો છે. આ રીતે ચિત અને જડની વચ્ચે ભેદક ધર્મ રૂપ મનાતી ગતિ એ ઉભયસાધારણ છે એમ સિદ્ધ થયું. જડ અને ચિત વચ્ચે મનાતું એક