________________
L
૧૪૦
દર્શન
"
કરવા માટે પ્રત્યેક પરમાણુમાં વિશેષ' નામના કાઈક પદાર્થ માનવે જોઈએ. આ જડ જગત્ દેખાય છે તેના કરતાં આત્માના ધર્મ જુદી જ તરહના છે—આત્માને જ્ઞાન થાય છે, સુખદુઃખાદ્ધિ અનુભવાય છે, ઇત્યાદિ જોતાં સ્પષ્ટ છે કે આત્મા દેહથી જુદો છે. ક્ષિત્ય કરાદિક કાર્યો છે એના ક હોવા જોઇએ, અને એ કર્યાં તે હું નથી—અને હું તે તમે નથી, એટલે આત્મા પણ અનેક, અને પરમાત્મા—શ્વિર સર્વથી જુદો. આ ઉપદેશ એવા સાદા અને સરળ છે કે તત્ત્વવિચાર કરવાની હોંશ રાખનાર, છતાં એના ગૂઢ ભાવામાં પ્રવેશ કરવાને અસમર્થ એવા સામાન્ય જનાને એ ડીક ગળે ઊતરી ગયા. વળી લેાકાને દરેક વાતના પ્રમાણમાં વેદનું વાય અતાવવું એ પણ શા કામનું? માટે ચાખ્ખી પ્રમાણપદ્ધતિ અને તેમાં ખાસ કરીને અનુમાન પદ્ધતિ સ્થાપવી કે જેથી દરેક માણસને દલીલવડે અમુક સત્યાની ખાતરી કરી અપાય; શ્વિરને પણ અનુમાનથી સિદ્ધ કરવા—આ કામ ન્યાયદર્શને હાથ ધર્યું, અને તે સારી રીતે ખજાવ્યું. આ અરસામાં બૌદ્ધ અને જૈન પન્થીઓએ વૈદિક માર્ગે ઉપર પ્રહાર શરૂ કર્યાં હતા, સામાન્ય લેાક કે જેઓમાં એ પત્થાએ ખાસ પ્રવેશ કરવા માંડયા હતા એમની આગળ પગલે પગલે વૈદ્યનાં વાક્યે ઢાંકવાં હવે નિરર્થંક થયાં હતાં; અને તેથી, ખાસ વેદ્મનાં જ વચના ઉપર આધાર રાખીને બેસી ન રહેનારા અને સાંખ્ય અને યાગની આકાશચુમ્બી ભૂમિકાએથી ઊતરી લૌકિક વાણીમાં વાત કરનારા તત્ત્વદર્શનની જરૂર હતી. અને એ જરૂર ન્યાય અને વૈશેષિક દર્શને આ સમયે પૂરી પાડી.
પણ સત્ય મનુષ્યની ક્ષણિક સગવડની અપેક્ષા કરતું નથી. ન્યાય— વૈશેષિક દર્શનની પ્રમાણપતિ ભલે સહેલી હાય, એની અનુમાનપતિ ભલે ગ્રહણ કરવા યેાગ્ય હેાય, અને એ ગ્રહણ કરવામાં ખાધ પણ નથી—— તથાપિ એટલું તે ખરૂં જ કે જીવ જગત્ અને શ્વરના સ્વરૂપ સંબંધે એણે જે નિર્ણયા ખાંધ્યા એ સ્થૂળ અને ઊંડી ધાર્મિકતાની આન્તર દૃષ્ટિથી રહિત હતા. વળી આ હેતુવાદી નવીન દર્શના, ખામીભરેલી રીતે પણ ભાત્ર મુદ્ઘિનેજ સંતાષી શકતાં હતાં—મનુષ્યના સમગ્ર આત્માને સંતાષ કરવાનું એએમાં સામર્થ્ય ન હતું.
આ સમયે એવા તત્ત્વદર્શનની જરૂર હતી કે જે સામાન્યમાં સામાન્ય જનને પણ ઉપયાગી થાય, તેમ વિદ્વાનમાં વિદ્વાનને પણ સંપૂર્ણ સન્તાષ