________________
૧૪૬
પદર્શનમાં વેદાન્તનું સ્થાન
અને પ્રકૃતિ એક બીજાથી તદન વિખુટા નથી. નૈયાયિક કહે છે તેમ અણુરૂપ પ્રકૃતિ એક પદાર્થ, અને પરમાત્મા બીજે પદાર્થ, એકે બહારથી બીજા ઉપર પિતાની ઈચ્છા ચલાવી કાર્ય ઉત્પન્ન કર્યો, એમ નથી.
આપણે ઉપર જોયું કે સાંખ્યદર્શનમાં અનીશ્વરવાદ કેવી રીતે આવ્યો, અને એ અનીશ્વરવાદ વેગ અને ન્યાય-વૈશેષિક દર્શને કેવાં કેવાં કારણ સર અગ્રાહ્ય ગ. વળી એ પણ આપણે જોયું કે વેદાન્ત આ બંને રહામહામા પક્ષને એકત્ર કરી પિતાને પ્રકૃતિ–પરમાત્માના અદ્વૈતને સિદ્ધાન્ત કેવી રીતે ઊપજાવે છે. હવે એ તપાસી જોઈએ કે ઈશ્વરના અસ્તિત્વ તથા સ્વરૂપ સંબધી આ મતભેદ એમના પરમપુરુષાર્થના માર્ગ સંબધે કેવી અસર કરે છે.
સાંખ્યદર્શન પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારતું નથી, એટલે જીવાત્માને પ્રકૃતિ થકી વિવેક કર એ જ એ દર્શનમાં પરમ પુરુષાર્થ રહે છે; જીવ ત્રિગુણાત્મક પ્રકૃતિથી પર છે અને પ્રકૃતિના વિલાસને દ્રષ્ટા માત્ર છે એટલું જાણવું એ જ પરમ પુરુષાર્થ ગણાય છે. આ જાણવું તે માત્ર નામનું જ નહિ, પણ ખરેખરૂં–માટે પ્રકૃતિ અને પુરુષના સ્વરૂપનું ચિન્તન પ્રાપ્ત થયું, અને આ ચિન્તન વિરૂકપ–વિચારાત્મક, અને શાન્તિ વગેરે ગુણે તે આ વિચારથી ઉત્પન્ન થતી સાંખ્ય વિદ્વાનની સ્થિતિ. યોગને આ વિદ્વત્તાએટલે કે પૂર્વોક્ત વિવેકજન્ય સ્થિતિ–એકદમ વિચાર માથી પ્રાપ્ત કરવી અશકય લાગી; અને તેથી એણે એ સિદ્ધ કરવા માટે સાધનને ખાસ, માર્ગ યે; અને જીવાત્માની પાર, અનીશ્વર સાંખ્યને ન જણએલે, ઈશ્વર જોઈ, એ ઈશ્વરમાં ચિત્તનું પ્રણિધાન કરી, એના અનુગ્રહ વડે આત્માનું કેવલપણું–પ્રકૃતિથી પરપણું–અનુભવવાનું બતાવ્યું. એટલે એકમાં વિવેકનું, અને બીજામાં એ વિવેક અર્થે ધ્યાન ધારણું સમાધિ વગેરે સાધનનું પ્રાધાન્ય રહ્યું.
વેદાન્ત આ બંને માર્ગને સન્મવય કર્યો–સાંખ્ય પાસેથી વિવેક લીધે, અને વેગ પાસેથી દેથાનાદિ સાધન લીધાં. પણ એને બ્રહ્મવાદ સાંખ્યના અનીશ્વરવાદથી અને કેગના ઈશ્વરવાદથી જેટલો જુદો હતો, તેટલે એને જ્ઞાનમાર્ગ પણ વિવેક અને ધ્યાન ઉભયથી જુદા પડયે. સાંખ્યને પ્રકૃતિ અને અનેક પુરુષની પાર કાંઈ નજરે પડતું ન હતું, અને