________________
પદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૪હે
છે. પણ પુરુષાર્થમાં પરમાત્માને પ્રવેશ આવશ્યક હોય તે તેને મૂળથી આત્મામાં જ રાખવો જોઈએ, એટલે એને સાક્ષાત્કાર આત્મામાં જ બની શકે–અને સાક્ષાત્કાર આત્મામાં જ બનવો જોઈએ એ તત્ત્વજ્ઞાન માત્રનું postulate” સ્વતસિદ્ધ જેવું સૂત્ર છે—સાક્ષાત્કારનું પોતાનું સ્વરૂપ જ એવું છે–સાક્ષાત્કાર એને જ કહેવાય કે જે આત્મામાં પિતામાં જબની શકેઅને તેથી જ પરમાત્માને બહાર પડતો મૂકીને પણ ઉપરનાં કૅત શાસ્ત્રોએ આત્મામાં જ પરમ પુરુષાર્થ શાળ્યો છે. મહારૂ કહેવું વધારે સરળ ભાષામાં મ આત્મા જે કાંઈ પ્રાપ્ત કરી શકે તે આત્મામાં જ; આત્મા પિતામાંથી કૂદકે મારીને બહાર જઈ શકે જ નહિ–અને તેથી જે પરમાત્મસાક્ષાત્કાર એ પરમ પુરુષાર્થ હોય તે પરમાત્માને આત્મામાં જ રાખવો જોઈએ, આત્માની બહાર નહિ. આત્મા એવો કાંઈ જડ પદાર્થ નથી કે બીજા પદાર્થ જોડે બહારથી ભળી શકે–જેમ એક લાકડુ બીજા લાકડા સાથે જોડાય તેવી રીતે. એને તે આન્તર સંબધે જ સંભવે, અને તેથી આ આન્તર સંબન્ધ પૂરત દ્વતને નિષેધ સર્વથા આવશ્યક છે. અને તેથી જ જગતમાં મહાન ધામક આત્માઓએ પરમાત્માને અન્તરમાં શોધ્યો છે, અને થોડું ઘણુ પણ અદ્વૈત સ્વીકાર્યું છે જ. એ અદ્વૈત કેટલું અને કેવી રીતે હોવું જોઈએ એ સંબન્ધી આ સ્થળે હુ કહેવા માગતો નથી. મહારે આ ચર્ચામાં વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત અને કેવલાદ્વૈત ત્રણને સામાન્ય વેદાનમાં એકઠા રાખી–સામાન્ય વેદાન્તની અન્ય દશને કરતાં અધિકતા દર્શાવવાની છે, અને તે અત્રે દશૉવું છું.
ન્યાય–વૈશેષિક દર્શનની જીવ-ઈશના સંબન્ધ પર જે ખામી ઉપર બતાવી એમાં જ લોકપ્રિય થવાની એક અનુકૂલતા પણ રહેલી હતી. આ દર્શનમાં ઈશ્વરસિદ્ધિની જે સાદા અને સરળ યુક્તિ-અનુમાનયોજનાબતાવી હતી તેથી, સાંખ્ય અને યોગ પર્યન્ત ન ચઢી શકનાર સામાન્ય આત્માઓને જેમ સતોષ થઈ જતો હતો, તેમ સંસારના દુઃખથી કંટાળેલા જનને એ દર્શનને આત્યંતિક દુખધ્વંસ પસન્દ પડે એ સ્વાભાવિક હતુ, અને તેમાં સામાન્ય બૌદ્ધ ધર્મ કરતાં વિશેષ ગુણ એ હતું કે બૌદ્ધધર્મમાં આત્માને સ્થાન નહિ, અને આમાં તે ખરું. આથી બહાર્મ હામે આ બ્રાહ્મણ દર્શન ટકકર લઈ શકયુ, અને એ ધર્મ સાથે દુખધ્વસની પરમપુરુષાર્થની બાબતમાં મળતાપણુ પણ બતાવી શક્યુ. સામાન્ય બ્રાહ્મણધર્મના ગૃહસ્થાશ્રમીઓને આ દર્શન અનુકૂળ પડે–કારણકે વ્યાવહારિક વિષયમાં