________________
પદર્શનમાં વેદાન્તનું સ્થાન
૧૫ છને બાહ્ય જગત ઉપર દષ્ટિ નાંખતાં જે રચના દેખાય છે એને કંઈક કતી હૈ જોઈએ, અને એ જ આપણું શુભાશુભ કર્મોને ફલદાતા હે જોઈએ, એટલું અનુમાન સહજ સૂઝે છે અને એ અનુમાન વડે વૈશેષિક ' અને ન્યાયદર્શનેએ ઈશ્વર સિદ્ધ કર્યો.
હવે આ સંબધી વેદાન્ત શું કહે છે એ સાંભળીએ.
છે. ગ્રીન એક સ્થળે લખે છે કે પ્લેટે એ પ્રાચીન ગ્રીકતત્ત્વોને સેક્રેટિસની દૃષ્ટિથી તપાસ્યા, અને સેક્રેટિસને એ તત્વોની દૃષ્ટિથી તપા. વેદાન્ત એક તરફ સાંખ્ય અને બીજી તરફ યોગ વૈશેષિક અને ન્યાયને આ રીતે જ તપાસે છે. વેદાન્તસૂત્ર એક પાદમાં ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરે છે, અને બીજા પાદમાં એનું જ ખંડન કરે છે. આ પરસ્પર વિરુદ્ધ લાગતાં પ્રતિપાદને એ બંનેની પાર રહેલા ઉચ્ચતર સત્યના સૂચન અર્થે છે. વિકારિત્વ બેશક પ્રકૃતિમાં અંકાઈ રહેલું છે, પણ તે જ સાથે એ વિકારમાં પણ કાંઈક રચના–ચૈતન્યની છાપ-પ્રતીત થાય છે. ત્યારે એમાંથી એક જ વાત સમજાય છે કે વિકારિત્વ બહારના ચેતનમાંથી આવીને પ્રકૃતિમાં પડયું નથી; અને તે જ સાથે એ પ્રકૃતિનું પિતાનું પણ નથી, કારણું કે પ્રકૃતિ તે અબ્ધ છે, અને આ વિકાર તે અભુતરચનાવાળે છે. માટે ઉભય પક્ષને ન્યાય આપવા માટે પ્રકૃતિ અને પરમાત્માને એક બીજાથી જુદાં ન રાખતાં, એમની મહેમાંહે ગૂંથણી માનવી–ગૂંથણ તે દેરાના જેવી નહિ, કારણ કે દેરાઓ તે એક એકથી જુદા હોઈ એકઠા ગૂંથાય છે. જડ વસ્તુ પ્રમાણે પ્રકૃતિ અને પરમાત્માને જુદાં માની એકઠાં ગૂંથીએ તે તો જે દેષને સાંખ્યને ડર લાગ્યા હતા એ દેવ કાયમ રહે–પ્રકૃતિમાં વિકારિત્વ બહારથી આવી પડે, પ્રકૃતિ પિતે સ્વભાવે અવિકારી ઠરે! માટે મૂળથી જ પ્રકૃતિ અને પરમાત્માને એકઠાં માનવાં, એમ વેદાન્તને સિદ્ધાન્ત છે.
એ સિદ્ધાન્તમાં કેટલાક પેટા–મતભેદ છે. વિશિષ્ટાદ્વૈતવાદી પરમાત્મા અને પ્રકૃતિને સંબન્ધ આત્મા અને શરીરના જેવો માને છે; શુદ્ધાદ્વૈતવાદી પરમાત્માને પ્રકૃતિરૂપે પરિણમી રહેલો ગણે છે; કેવલાદ્વૈતવાદી પ્રકૃતિ પરમાત્મામાં અજ્ઞાને કરી કલ્પેલી ઠરાવે છે. અને એ પેટભેદના પણ પટાભેદ અનેક છે. પણ એ સર્વ મતમાં આટલું સમાન રીતે સ્વીકારાએલું છે કે (૧) પરમાત્મા છે, સાંખ્ય કહે છે કે એ નથી એ ખોટું છે; (૨) પરમાત્મા