________________
દર્શનમાં વેદાન્તનું સ્થાન
૨૪૩
એની એકતાની કદી પણ ભ્રાન્તિ થવા ન પામે—આ મૂળ સાંખ્યદર્શનના ઉદ્દેશ હતા. સાંપ્યદર્શને બતાવેલી આ વિવેકની આવશ્યક્તા વેદાન્તને માન્ય છે. શારીરકભાષ્યના આરંભમાં જ શંકરાચાર્ય આશ્ચર્ય સાથે ઉદ્ ગાર કાઢે છે કે
“ વિષય ( જ્ઞેય ) અને વિષયી ( જ્ઞાતા ) જેવા, અન્ધાર અને તેજની માફક પરસ્પર સ્પષ્ટ વિરુદ્ધસ્વભાવવાળા, પદ્યાર્થીને લેાક એક કરી માને છે એ કેટલું આશ્ચર્ય !
""
પરન્તુ સાંખ્યદર્શન એના ઐતિહાસિક ક્રમમાં આટલેથી જ અટક્યું નથી. અને એણે જે આગળ પગલાં ભર્યા છે તેમાં વેદાન્તને અને એને મતભેદ પડે છે. સાંખ્ય પ્રકૃતિમાં વિકારિત્વ એ એના ખાસ ધર્મ જોયા, એટલે એમાંથી આગળ જતાં નીચેનાં પગલાં લિત થયાં: વિકારિત્વ પ્રકૃતિનેા ખાસ ધર્મ છે તે! તે બહારથી શા માટે આવવા જોઇએ ? પ્રકૃતિના સ્વભાવરૂપે જ એને શા માટે ન માની લેવા ? અર્થાત્, ઈશ્વર એને વિકાર પમાડે છે એમ માનવાની જરૂર ન રહી. પ્રથમ તા સાંપ્યદર્શન પ્રકૃતિ ઉપરથી ઈશ્વર સિદ્ધ થઈ શકતા નથી ’ એટલું જ કહીને અટક્યું. પણ જો સિદ્ધ થઈ શકતા નથી, તેા પછી એના અસ્તિત્વમાં શું પ્રમાણ ?—એમ સહેજ પ્રશ્ન થાય છે; અને એ પ્રશ્ન સાથે જ ઉત્તર પણ અપાઈ જાય છે કે—— ઈશ્વર નથી જ. આમ અસિદ્ધિમાંથી નિષેધ ઊપજાવી કાઢવામાં આવ્યા.
યોગદર્શને સાંખ્યમાં એ સુધારાવધારા કર્યાં. સાંખ્ય પ્રકૃતિપુરુષના વિવેક આગળ આવીને અટકયું હતું, એથી આગળ જઈ એ વિવેક સિદ્ધ કરવાના માર્ગે યેાજ્યા. એ માર્ગો જેટલે સુધી અન્તઃકરણ શુદ્ધ કરી જ્ઞાન ઊપજાવવામાં, વેદાન્તના પરમ ઉદ્દેશને સિદ્ધ કરવામાં, ઉપયેાગી લાગ્યા તેને તેટલે સુધી વેદાન્તે સ્વીકાર્યો. પણ વેદાન્તના જ્ઞાનમાર્ગની ગૌણુતા થતી જોઈ એક શાંકરવેદાન્તી ટીકાકારે પેાતાના ગ્રન્થમાં વચ્ચે ત્યાં સુધી લખ્યું કે—
" श्रीमच्छङ्करभगवत्पूज्यपाद मतोपजीविनस्त्वौपनिषदाः प्रपञ्चानृतत्ववादिनो द्वितीयमेवोपाय [ज्ञान- ] मुपेयुः । तेषां द्यधिष्ठानदाढर्ये सति तत्र कल्पितस्य बाधितस्य चित्तस्य तद्दृश्यस्य चादर्शनमनायासेनैवोपपद्यते । अत एव भगवत्पूज्यपादाः कुत्रापि ब्रह्मविदां योगापेक्षां न व्युत्पादयांवभूवुः । अत एव चौपनिषदाः परमहंसाः