________________
૧૩૦
વિવેક અને અભેદ
આત્મા, આત્માઓના ધર્મોં, અને એ ધર્માં ઉપજાવનાર એક પરમાત્મા એવાં અનેક તત્ત્વા કાયમ રહેલાં હતાં.
માલિ પછીના અંગ્રેજ તત્ત્વચિન્તક ઘૂમ. માર્કલિએ યમાંથી અધિષ્ઠાન ઊડાવી દીધું હતું, પણ જ્ઞાતામાં રાખ્યું હતું. આવા પક્ષપાત શા માટે જોઈએ? ખાદ્ય અને આન્તર સર્વ પદાર્થે ધર્મરૂપ જ, આભાસરૂપ જ છે—અધિષ્ઠાનનું અસ્તિત્વ માનવાની જરૂર જ શી ? આ દલીલને પિરણામે હ્યૂમના સિદ્ધાતેમાં સકલ વિશ્વ, આત્મા અનાત્મા સર્વ, આભાસ માત્ર થઈ રહ્યું. સ્વયંપ્રકાશ આત્મદીપને નિષેધી, આભાસ માત્રને સ્વીકારનાર સિદ્ધાન્ત તે બૌદ્ધ વિજ્ઞાનવાદ, અર્ધન્યવાદ, એ વેદાન્તના અદ્વૈતવાદ નહિ. એકન અને લાકથી શરૂ થએલા ઈંગ્લેંડના તત્ત્વચિન્તનના પ્રવાહ હ્યૂમમાં એની પરકાષ્ટાએ પહેોંચ્યા. (આ વિચારની ચતુર્થ ભૂમિકાના વામ ખંડ )
હ્યુમ
စု
તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આગળ ચાલતાં મહાન નામ કાન્ટનું આવે છે. ટુકા અને એના અનુયાયીઓએ—છેક વેલ્ફ નામના તત્ત્વજ્ઞ પર્યન્ત—માની લીધું હતું કે મનુષ્યબુદ્ધિ આ મહાન પ્રશ્નોને ખુલાસા કરવા સમથૅ છેઃ અલ્કે સમર્થ છે કે નહિં એ પ્રશ્ન જ એમના મનમાં ઊઠ્યો ન હતા એમ કહેવું વધારે ઉચિત છે. લાક અને એના અનુયાયીઓએ—હ્યુમ પર્યન્ત—એમ માની લીધું હતું કે મનુષ્યમુદ્ધિથી જે કાંઈ ઊપજે છે એ કલ્પનામાત્ર જ છે. ઉભય પક્ષમાં મનુષ્યબુદ્ધિની શક્તિ પરત્વે વિચારશૂન્યતા જ હતી. હવે પૂર્વે કાઇએ નહિ ઊઠાવેલા એવા પ્રશ્ન કાન્ટે ઊઠાવ્યેઃ આ સર્વ આત્મા–અનાત્માની વાત તે ઠીક, કાંઈ છે અને દેખાય છે એમ કહેવાય છે એ આભાસ માત્ર છે એ વાત પણ ઠીક—પરન્તુ આ ખાખત કેાઈએ એ નિર્ણય કર્યો કે મનુષ્યષુદ્ધિની અમુક પદાર્થ છે યા નથી એમ કહેવા માટે જોઇતી શક્તિ છે કે નહિ ? અને છે તેા તે કેટલી છે ? એક શકિત માની લીધી અને ખીજાએ શક્તિના અભાવ માની લીધા!—પણ ક્રાઇએ વિચારપૂર્વક શક્તિનું અસ્તિત્વ ઠરાવવા અને એનું માપ નક્કી કરવા યત્ન કર્યાં? આપણે જેને અનાત્મા યાને દૃશ્ય જગત્ કહીએ છીએ એને જાણવાની આપણામાં શક્તિ છે કે નહિ? છે તેા કેટલી છે? કેટલે દરજજે એ જગત્ આ શક્તિનું પરિણામ છે ? અને એ જગત્ સ્વતઃ છે એમ કહી શકાય કે નહિ ?—આવા આવા પ્રશ્નોએ
ફોન્ટ