________________
૧૨૮
વિવેક અને અભેદ
=“જે નિરાકર્તા એ જ એનું સ્વરૂપ.”
આ ડેકોર્ટનું તત્વજ્ઞાન. આ સમયથી પાશ્ચાત્ય તત્તવજ્ઞાનના અર્વાચીન યુગને આરંભ. આ આત્મ-અનાત્મવિવેકને પશ્ચિમ દેશમાં પ્રથમ પ્રકાશ. (આ વિચારની તૃતીય ભૂમિકા.).
ડેકોર્ટે આત્મા અને અનાત્મા યાને ચિત અને જડ એવા બે સ્વતન્ન અત્યન્તભિન્ન પદાર્થો માન્યા. પરંતુ એ બેને સંબધ શો છે, શી રીતે થાય છે, એને એ ખુલાસો આપી શકો નહિ. દ્વતીઓ એ ખુલાસો આપી શકતા જ નથી—આપણે ત્યાં નિયાયિકે અને સાંખ્યો પણ એટલા જ કારણથી એ ખુલાસો આપી શક્યા નથી. ડેકાર્ડને આત્મ-અનાત્મવિવેક છેવટ સુધી વિવેક જ રહ્યો. અભેદજ્ઞાનમાં એ પર્યવસાન પામી શક્યા નહિ.
(૩) મેર
પશ્ચિમના તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં આગળ વધતાં–ડેકાર્ટ પછી મહાન
તત્ત્વજ્ઞાની સ્પિનેઝા આવે છે. સ્પિનેઝાએ ડેકર્ટની માફક સ્પિઝા આત્મા–અનાત્માને ચિત અને જડને-બે સ્વતન્ન, અત્યો
ભિન્ન પદાર્થો ન માનતા, બંનેને એક જ “સામાન્ય સત’ પદાર્થના વિશેષ-વિકારે–વિવર્તી માન્યા. પણ જેમ ડેકાર્ટના તત્ત્વજ્ઞાનમાં જડ ચિતથી બહાર રહ્યું હતું–અનાત્મા આત્માથી અત્યન્તભિન્ન રહ્યો હતો તેમ સ્પિઝાના તત્ત્વજ્ઞાનમાં સામાન્ય સત–પદાર્થ જડ અને ચિતઆત્મા–અનાત્મા–ઉભયથી બહાર રહ્યોઃ “સામાન્ય સત ’માંથી જડ અને ચિત શી રીતે ફલિત થાય છે એનો ખુલાસો અપાય નહિ $
ડેકોર્ટનું કૅત ટાળવાને સ્પિોઝાને પ્રયત્ન વ્યર્થ ગયો. જેમ ડેકોર્ટમાં છેવટ સુધી આત્મ–અનાત્મવિવેક કાયમ રહ્યો, તેમ સ્પિનઝામાં આત્મ- " અનાત્મવિવેકને અભેદજ્ઞાનમાં વિલય પમાડવા જતાં, એક પાસ સામાન્ય નિર્વિશેષ સત અને બીજી પાસ આત્મા અને અનાત્માનું યુગલ–એ બે વચ્ચે અણધાર્યો ભેદ ઉત્પન્ન થયો; ડેકાર્ડનું એક પ્રકારનું દૈત, સ્પિનેઝાનું અન્ય પ્રકારનું દૈત; પણ ઉભય દૈત જ. (આ વિચારની ચતુર્થ ભૂમિકાને દક્ષિણ ખંડ.)
સાધારણ રીતે સ્પિનેઝાનું તત્ત્વજ્ઞાન આ પ્રમાણે જ સમજવામાં આવે છે. આ લેખકને આ સમજણની યથાર્થતા માટે કાંઈક શંકા છે.