________________
૧ર૬
વિવેક અને અભેદ
વિચાર કરી શકે છે, અને એની સુખની અભિલાષા ઐહિક સુખમાં સમાપ્ત ન થતાં, આમુમ્બિક–પરજીવનના, સ્વર્ગાદિકના–સુખને પણ લક્ષી શકે છે.
પણ આ કરતાં અધિક વિચારશીલ મનુષ્યને વિચાર થયા વિના રહેતા નથી કે “સુખની લીટી ગમે તેટલી લંબાવીએ, આ જન્માન્તરનાં અને સ્વર્ગનાં સુખો એક એકમાં ઉમેરતાં અનુભવતા જઈએ તે પણ શું?—એ સુખ તે બધાં અનિત્ય છેઃ શ્રમ અને સુખ, સુખ અને શ્રમ એ ક્રમ હમેશાં ચાલ્યો જ જવાને?—કઈ એવું સુખ નથી કે જે નિત્ય હોય?—જે એક એક વખત પ્રાપ્ત કર્યા પછી સતત ચાલ્યા જ કરે ? જેમાં શ્રમનું-દુખનું લેશભાર પણ સંમિશ્રણ ન હોય?
આમ એક તરફથી જેમ સુખાભિલાષા મનુષ્યને નિત્ય પદાર્થ તરફ દોરે છે, તેમ બીજી તરફથી સત્ય-જિજ્ઞાસા પણ એને આ અનિત્ય દેખાવની પાછળ નિત્ય સત્ય શું છે એમ પ્રશ્ન પૂછાવી, એ નિત્ય પદાર્થની શોધમાં પ્રેરે છે. આ રીતે સુખાભિલાષા અને સત્યજિજ્ઞાસા ઉભય એને એક જ પ્રશ્ન ઉપર–આ ક્ષણે ક્ષણે ફરતી ચિત્રાવળીના પટસ્થાને, આ અહનિશ ચાલતા વિશ્વચક્રના નાભિસ્થાને, વિરાજતે નિત્ય પદાર્થ શો છે? એ પ્રશ્ન ઉપર–લાવી મૂકે છે. આ પ્રશ્નના ઉત્તર આપણું દેશના તેમ જ ગ્રીસ વગેરે પાશ્ચમ દેશના
તત્ત્વચિન્તકેએ અનેક રીતે આપ્યા છે. કેટલાકે વિચાર્યું શેત્રુથી પ્લેટે કે જલ સર્વત્ર છે, વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ અને વૃદ્ધિ
- જલ ઉપર આધાર રાખે છે, માટે જલ એ આ વિશ્વનું આદિકારણ–નિત્ય પદાર્થો–છે. આ જ પ્રમાણે, કેટલાકને તર્ક તેજ ઉપર ગયો. કેટલાકને વાયુ ઉપર, કેટલાકને આકાશ ઉપર, અને કેટલાકને પમાણુ ઉપર અને પંચમહાભૂત ઉપર ગયો. (આ વિચારની પ્રથમ ભૂમિકા.)
પણ પૃથ્વી-જળ-તેજ–વાયુ-આકાશ–પરમાણુ એ સર્વ દશ્ય જગતના જ પેટામાં નથી પડતાં ? એ દશ્ય જગતના વિશેષ માત્ર જ નથી ? માટે, અનિય દશ્ય જગતની પાછળને–પારને નિત્ય અધિકાનરૂપ પદાર્થ તે આ સહજ પ્રેરણા છે–જેમાંથી આગળ વધતાં મનુષ્યનો વિવેક પ્રકટ થાય છે. આ પ્રેરણાને અને વિવેકને તદ્દન અસંબદ્ધ માનવાને ક્રિશ્ચયન સંપ્રદાય ભૂલભરેલો છે. છતાં, મનુષ્યમાં અને અન્ય પ્રાણીઓમાં ઉપર જણાવ્યો છે તે વિવેકના વિકાસમાં ભેદ છે એ બાબત કેઈ પાડી શકશે નહિ.