________________
૧૩૬
પદર્શન
પદર્શન ભન્ન” અને “બ્રાહ્મણ” એટલે કે સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, એ શ્રુતિ કહેવાય છે. એમાં પ્રતિપાદન થતાં સત્ય આદ્ય ઋષિઓએ પરમાત્મા પાસેથી સાક્ષાત શ્રવણ કરેલાં છે, પરમ ગુરુના અસાધારણ પ્રભાવને લીધે શ્રવણની સાથે જ એ સત્યેનું એમને દર્શન પણ થઈ ગયું છે. ત્યારપછીના ઋષિજનોને એ શ્રુતિ ગુરુપરંપરાઓ પ્રાપ્ત થઈ છે. અને એનાં સત્યો શ્રવણની ભૂમિકામાંથી દર્શનની ભૂમિકામાં ઊતારવા માટે એમને જુદા જુદા માર્ગો શોધવા પડયા છે. આ રીતે આપણું દેશમાં “પદર્શન” ને ઉદ્દભવ થયો છે.
જ્ઞાન માત્રને ભંડાર “મન્ન” યા “સંહિતા” એ સર્વમાં સૂત્રસ્થાને છે. ઐહિક ભાવનાથી ભરેલા–છતાં મુગ્ધ અને સરળ–એવા સામાન્ય ખેડૂતથી માંડી, પરમાત્મામાં એકતાન થએલા અને જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલા મુનિજન પર્યન્ત–સર્વ પિતપોતાની રીતે એને સમજી લે છે, અને એ રીતે એક જ અદ્વિતીય વાણું આખા જનસમાજની જુદી જુદી આધ્યાત્મિક ભાવનાઓ તૃપ્ત કરે છે. બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એ આ સૂત્રના ભાષ્યરૂપ છે. એમાં કેટલોક ભાગ ક્રિયાપરાયણ કનિષ્ઠ અધિકારીને માટે છે, અને કેટલેક મધ્યમ અને ઉત્તમ અધિકારી–જિજ્ઞાસુ અને જ્ઞાની એઓને માટે છે.
આ મહાન જ્ઞાનભંડાર– વેદ–નો સાર ઉપનિષદનાં કેટલાંક મહાવાકયમાં સમાવવામાં આવ્યો છેઃ
જીવ પરમાત્મા છે, જગત્ પણ પરમાત્મા છે, છતાં પરમાત્મા ઉભય થકી અધિક છે–છતાં કેવલ અદ્વિતીય છે. એની સાથે એનાથી ઊંચે, એનાથી નીચે બીજું કાંઈ જ નથીઃ આ પરમ સત્ય સત્ય છતાં સત્ય રૂપે ભાસતાં નથી, એ અજ્ઞાન, એ જ દુખ. અજ્ઞાન એ જ પાપ, અજ્ઞાન એ જ અશુદ્ધિઃ એની પાર જવું એ જ આનન્દ, એ જ પરમ કર્તવ્ય, એ જ વિશુદ્ધિ.
આ સત્યનું શ્રવણ તે થયું પણ એનું દર્શન શી રીતે કરવું?–એને અનુભવમાં શી રીતે ઊતારવું? એને અનુભવ થવામાં જે અન્તરાય નડતે હોય તે દૂર કરીને. એ અન્તરાય શું છે? આ પ્રશ્ન ઉપર મનન કરતાં,