________________
વિવેક અને અભેદ
૧૩૩
આત્મા પાતે પેાતાને પેાતાના ધર્મસહિત વા ધર્મરહિત જોઈ શકે એ અશક્ય છે, કારણ કે એક જ પદાર્થ કર્યાં અને કર્મ ઉભય કેમ હોઈ શકે? માટે આત્માને અને આત્માની આન્તર સ્થિતિને વિષય કરતું માનસશાસ્ત્ર સંભવતું નથીઃ શાસ્ત્ર માત્ર ખાદ્યને જ વિષય કરે છે. આ એક પ્રકારનું અદ્વૈત છે. પણ એ વેદાન્તનું અદ્વૈત નથી. આ અદ્વૈત અધિષ્ઠાનકારણના નિષેધ કરી, માત્ર પ્રત્યક્ષને જ સર્વસ્વ માનવામાં રહેલુ છે, અને તેથી વેદાન્તના અદ્વૈતથી તદ્દન ઉલટું છે. વેદાન્ત અધિષ્ઠાનનું પ્રતિપાદન કરી દસ્યને એક રીતે નિષેધ કરે છે; કાત દૃશ્ય માત્રને જ સ્વીકારી અધિષ્ઠાનને નિષેધે છે.
હયાત અંગ્રેજ તત્ત્વચિન્તક હર્બર્ટ સ્પેન્સરને અધિષ્ઠાનના નિષેધ અયુક્ત લાગે છે. કાન્ટની માફક ભાસ અને ભાસમાન પદાર્થ એ એનું બૈત એ સ્વીકારે છે. ભાસ ોય છે, ભાસમાન પદાર્થ અનેય છે. એક જ્ઞેય હાઈ પરિચ્છેદવાળુ છે, ખીજાં અજ્ઞેય હાઈ અપરિચ્છિન્ન છે. એક સેાપાધિક છે, ખીજું નિરુપાધિક છે. ( આ વિચારની સાતમી ભૂમિકાને વામ ખંડ, )
સ્પેન્સર
પશ્ચિમનું તત્ત્વજ્ઞાન આ કરતાં આગળ વધ્યુ નથી. આજકાલ પશ્ચિમમાં એ સિદ્ધાન્ત રાજ્ય ભાગવે છેઃ સ્પેન્સરના અજ્ઞેયતાવાદ, અને હેગલના વિશિષ્ટાદ્વૈતવાદ.
શાકરવેદાન્ત
શાંકર વેદાન્ત જોડે સરખાવતાં, સ્પેન્સરને સિદ્ધાન્ત ખામી ભરેલા લાગે છે, સ્પેન્સરના સિધાન્તમાં શાંકરવેદાન્તનું “નૈતિ નૈત્તિ” નુ સત્ય આવ્યું છે, પણ “ તત્ત્વમત્તિ ” અને “ સત્ય જ્ઞાનમનન્તમ્ ” નું રહસ્ય દૂર રહી ગયું છે. સ્પેન્સર પરમતત્ત્વને અજ્ઞેય માનવામાં · સત્' અને ‘ ચિત્' ને છૂટાં પાડે છે—એમનું દ્વૈત કરે છે. એમ કરવામાં દોષ એ રહેલા છે કે એ રીતે સત્ અને ‘ચિત્' એમાંથી એકકે સિદ્ધ થતું નથી. બંનેની સ્વરૂપહાનિ—નાશ થાય છે. જે સત્ ચિતમાં પ્રકાશતું નથી એ અન્ધકાર અને શૂન્યતાથી ગ્રસ્ત હોઈ સત્ ગણાવા યેગ્ય નથી. અને જે ‘ચિત્’ ‘સત્’ ને પ્રકટાવતું નથી એ પ્રકાશરૂપ ચૈતન્ય ધમથી રહિત છે, અને નિઃસત્ત્વ હાઈ ખાલી—શૂન્ય છે. ‘સત્' અને ‘ચિત્' ને એકવાર એક એકથી જુદાં રાખ્યાં તે તે પછી હુંમેશાં જુદા જ રહેવાનાંઃ એમના સંબન્ધુ અશક્ય જ થવાના. જુદા પદાર્થોના સંબન્ધ તે સંયેાગ; અને સંયેાગ તેા જડને જ અને, ચિત્તા ન બને, માટે ‘સત્’ અને ‘ચિત્' ને જુદાં