________________
વિવેક અને અભેદ
૧૨૭
“સામાન્ય સત્ ” એમ કહેવું વધારે ઉચિત છે, આ રીતે, “સત –
સામાન્ય સત્ '—એ જગતનું અધિકાન-કારણ કર્યું. (આ વિચારની દ્વિતીય ભૂમિકા.)
આ અધિકાન–કારણ અને એના દશ્ય વિવર્તી–બેમાંથી કેટલાકે એકને નિષેધ કર્યો, કેટલાકે બીજાને કર્યો અને કેટલાકે ઉભયને સ્વીકાર્ય હર્બર્ટ સ્પેન્સર વગેરે કેટલાક તત્વચિન્તકે પરમ તત્વને અય માને છે એમ આ પ્રાચીને એ માન્યું નથી. એમણે એ “સત ને ય માન્યું મનુષ્યમાં ઇન્દ્રિય અને બુદ્ધિ એવા બે જ્ઞાનનાં કાર માન્યાં; અને જગતઇન્દ્રિયગ્રાહ્ય, અને “સત ” અતીન્દ્રિય–પણ બુદ્ધિગ્રાહ, એમ વ્યવસ્થા કરી. તથા–ગ્રાહ્ય અને ગ્રાહક મળતાં હોવાં જોઈએ એ નિયમાનુસાર, જગત ઈન્દ્રિયગ્રાહ્ય માટે જડ, અને સત બુદ્ધિગ્રાહ્ય માટે વિજ્ઞાનરૂપ; એ બેમાં વિજ્ઞાન એ બિમ્બ, અને જડ એ પ્રતિબિમ્બ-એમ માન્યું. અને એ રીતે એક પ્રકારના અદ્વૈતવાદને સ્વીકાર કર્યો. આ થેલ્સથી પ્લેટ પર્યન્તને પશ્ચિમના તત્ત્વજ્ઞાનને ઈતિહાસ થયો.
(૨) આત્મ-અનાત્મ વિવેક પ્રાચીન તવચિન્તકાને આ કરતાં—દશ્ય અને તદધિષ્ઠાનભૂત સતના વિવેક કરતાં—અધિક તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું એમ તત્વજ્ઞાનના ઈતિહાસકારે કહે છે. વિચારમાં આથી આગળ વધતાં, શંકા થાય છે કે દશ્ય અને
સત સર્વ ભ્રાન્તિમાત્ર જ હોય એમ ન બને? બને ડે
ત્યારે તે સર્વ શુન્ય જ થઈ રહ્યું, કાંઈ ન જ રહ્યું ?
એમ થાય તે પણ શું? વસ્તુતઃ એમ થતુ નથીઃ સર્વના નિષેધમાં નિષેધકર્તાને નિષેધ આવતું નથી–વિષયમાત્રને નિષેધ કર્યા છતાં એક એવો પદાર્થ રહે છે કે જેનો નિષેધ બની શકતો નથી, એ પદાર્થ તે નિષેધકત પોતે જ–આત્મા. શંકર ભગવાન એક સ્થળે કહે છે તેમ
“य एव हि निराकर्ता तदेव हि तस्य स्वरूपम्" કે આ કહેવું આપણું તત્વજ્ઞાનને લાગુ પડતું નથી. પ્લેટ માટે પણ એ સંપૂર્ણ સત્ય નથી એમ આ લેખકનું માનવું છે. હાલમાં પ્રો. સિજવિકન ડો. માર્ટિનેના નીતિશાસ્ત્ર સંબંધે એક લેખ બહાર પડ્યો છે, એમાં આ (લેખકના) વિચારને પુષ્ટિ મળી છે,