________________
૧૨૪ . મિથ્યાદિ ભાવના” , કઈ બીજે પ્રસંગે લેખ દ્વારા કહીશ.'—આ વચનને અનુસરી “નીતિ (સકર્મ)” એ આપણું શાશ્વેમાં વેગસાધનનું કેવું મહત્ત્વનું અંગ મનાયું છે, એ આજ પ્રધાનપણે બતાવ્યું. હવે (વાચક પાસે, પુનરુક્તિ માટે ક્ષમા યાચી) નીચેના સિદ્ધાન્તો આપણે એ વિચાર તેમ જ આચારમાં હમેશ માટે સ્મરણમાં રાખવાના છે, એટલો નિશ્ચય કરીશું -
(૧) ચિત્તપ્રસાદ એટલે કેવળ આનન્દ નહિ, પણ નિર્મળતાજન્ય આનન્દ. . (૨) મલિન વાસનાઓને ત્યાગ કર્મરહિત થવાથી થતું નથી, પણ
તદિરેથી પવિત્ર વાસનાને ઉદય થવાથી થાય છે. (૩) આ પવિત્ર વાસના તે મૈત્રી' “કરૂણા, “મુદિતા, ઉપેક્ષા એ ચાર
ભાવના તેમજ “દૈવી સંપ', અન્ય જ્ઞાનસાધન, જીવન્મુક્તિ સ્થિતપ્રજ્ઞ
આદિના જે ધર્મ કહ્યા છે તે સર્વે, ઈત્યાદિ. (૪) ત્રિી” અને “કાણું એ વિચારની દશામાંથી આચારમાં પરિણ
ભવીજ જોઈએ—અને તેમ થવા માટે મુદિતા” અને “ઉપેક્ષા”
ઉપયોગી છે. (૫) ગી પુરૂષ પુણ્ય–સત્કર્મ–થી નિવૃત્ત થતો નથી, અને પાપમાં
પ્રવર્તતું નથી. સત્કર્મ-નિષ્કામ સત્કર્મમાં–પ્રવૃત્તિ અને પાપથી
નિવૃત્તિ એ મેગીનાં ખાસ લક્ષણ છે. (૬) પોતે પોતાના દેષરૂ૫ આત્માગ–અન્યના દેવત–શોધી કાઠી,
એ દૂર કરવા માટે સંન્યાસ વિવેક આદિ યોગ્ય ઔષધ–સેવન કરવું.
[ ધ્યાનમાં લેવાનું છે કે–જનકની ઉકિત તેમ જ એવાં એવાં બીજાં પણ નાનાપ્રકારનાં સાધનવચને હદયમાં દઢાવવા માટે, અનેક દેશોના ઈતિહાસ, અનેક મહાન પુનાં ચરિત્રો, અનેક ભવ્ય અને સુન્દર પ્રતિભાથી ઉભરાતાં કા, નાટક, નવલકથાઓએનું અધ્યયન પણ બહુ ઉપયોગી છે.]
[સુદર્શન વર્ષ ૧૫, અંક ૫]