________________
૧૨૨
વ્યિાદિ ભાવના”
કર્મોમાં ગીની પ્રવૃત્તિ થતી નથી. પરંતુ યોગી જે પુણ્યશાલી જનામાં મુદિતાની ભાવના કરશે તે પોતે જ પુણ્યમાં પ્રવર્તશે તેનું કેમ? તે ઉત્તર કે-ભલે પ્રવર્તે. ગીઓ પુણ્યમાં ન પ્રવર્તે એવું કાંઈ નથી. તેમ જ પુણ્યમાં પ્રવર્તે તે સઘળા યોગીએ એમ પણ નથી. જે મૈત્ર્યાદિ ભાવનાઓ વડે ચિત્તપ્રસાદ સાધે એનું નામ પાગી છે.
વ્યાદિ ભાવના એ ઉપલક્ષણ છે–અર્થાત એ ઉપરાંત એની સાથે કામ સરવરંગુદ્ધિ ઇત્યાદિ દેવી સંપત,” “અમાનિત્વમમિત્ર ઇત્યાદિ જ્ઞાનસાધન, તથા જીવન્મુક્ત સ્થિતપ્રજ્ઞ આદિના જે ધર્મો કહ્યા છે તે સર્વે સમજી લેવાનાં છે. કારણકે આ સર્વે મલિન વાસનાઓની નિવૃત્તિ કરે છે.
પણ કહેશે કે “શુભ વાસનાઓ તે અનન્ત છે. એક જણથી સર્વને અભ્યાસ શી રીતે થઈ શકે ? ન થઈ શકે તે એ અભ્યાસ કરવાને પ્રયત્ન વૃથા છે.” ઉત્તર કે–અનન્ત શુભ વાસનાઓ જેની નિવૃત્તિ કરે છે એવી અનન્ત મલિન વાસનાઓ કાંઈ એક પુરુષમાં જ આવી વસતી નથી. આયુર્વેદમાં કહેલાં સર્વ આષધો એક જ જણ લઈ શકે એમ હોતું નથી, અને એ ઔષધ જેની નિવૃત્તિ કરે છે એવા સર્વે રેગ એક જ વ્યકિતના દેહમાં એકઠા થએલા હોતા નથી. માટે તાત્પર્ય એ છે કે દરેક જણે પોતાનું ચિત્ત પ્રથમ તપાસી, તેમાં જ્યારે જ્યારે અને જેટલી જેટલી મલિન વાસનાઓને ઉદય થાય ત્યારે ત્યારે અને તેટલી તેટલી એ મલિન વાસનાની વિધી શુભ વાસનાઓને અભ્યાસ કરવો. જેમકે–પુત્રમિત્રકલત્રાદિક ઉપરના મેહાત્મક સ્નેહથી પીડાતા મનુષ્ય એમનાથી વિરક્ત થઈ સંન્યાસ ધારણ કરવો, તેમ વિદ્યામદ, ધનમદ, કુલાચારમદ વગેરે મલિન વાસનાથી પીડાતા પુરુષે તદિરોધી વિવેકને અભ્યાસ કરો. એ વિવેકનું સ્વરૂપ જનકે આ રીતે દર્શાવ્યું છે –
अद्य ये महतां मूनि ते दिनैनिपतन्त्यधः । हन्त चित्त महत्तायाः कैषा विश्वस्तता तव ॥ क धनानि महीपानां ब्रह्मणः क जगन्ति वा। प्राक्तनानि प्रयातानि केयं विश्वस्तता तव ॥ कोटयो ब्रह्मणां याता गताः सर्गपरंपराः। प्रयाताः पांसुवद्भपाः का धृतिर्मम जीविते ॥