________________
૧૨૦
મળ્યાદિ ભાવના”
=“સર્વે અત્રે સુખી હૈ, સર્વે નિરામય છે. સર્વે કલ્યાણ અનુભ, કઈ દુખ ન પામે.” આ પ્રમાણે રાગ-દ્વેષથી ચિત્ત મલિન થાય છે. અને એ બંનેને બદલે ક્રમે કરી મૈત્રી અને કરુણ સ્થાપવાની પ્રસન્નતા –નિર્મળતા અને આનન્દ–આવે છે. * હવે “મુદિતા' અને ઉપેક્ષાના સ્વરૂપનું નિર્વચન કરીએ. જુવો કે પ્રાણીઓ અવિદ્યારૂપ સ્વભાવ થકી જ પુણ્યથી દૂર રહે છે, અને પાપમાં પ્રવર્તે છે! કહ્યું છે કે –
"पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः । न पापफलमिच्छन्ति पापं कुर्वन्ति यत्नतः ॥
=“મનુષ્ય પુણ્યનું ફલ–સુખ–તે ઈચ્છે છે પણ પુણ્ય ઈચ્છતા નથી; પાપનું ફલ–દુખ–તે ઇચ્છતા નથી, છતાં યત્નપૂર્વક–જાણું જોઈને, ઉઘાડી આંખે–પાપ કરે છે ખરા!” આ પુણ્યપાપ પશ્ચાત્તાપ ઉત્પન્ન કરે છે-જે પશ્ચાત્તાપનું શ્રુતિ વર્ણન કરે છે કે –“રવામહં સાધુ નાણાર વિમર્દ vivમવારજૂ”=હું પુણ્ય કરવામાં કેમ ચૂકે? મેં પાપ કેમ કર્યું ?” એ પ્રમાણે હવે જે મનુષ્ય પુણ્યશાલી પુરુષોમાં “મુદિતા'ની ભાવના કરે–
અર્થાત એમનામાં પ્રીતિ રાખે અને એમનાં કૃત્યથી પ્રસન્ન થાય, એ કનું અનુમોદન કરે ઇત્યાદિ, તે એ “મુદિતા”ખ્ય વાસના-ભાવના–ને પરિણામે એ સ્વયં વિનાપ્રમાદે પુણ્યમાં પ્રવર્તે. અને એ જ રીતે જે પાપી પુરૂષમાં એ ઉપેક્ષાની ભાવના કરે, અર્થાત એમના પ્રત્યે ઉદાસીન રહે અને એમનાં કૃત્યો તરફ અરુચિ રાખે તે એ પિતે પણ પાપથી નિવૃત્તિ પામે. અને આ રીતે, પુણ્યમાં ખામી ન આવવાથી, અને પાપથકી નિવૃત્ત રહેવાથી, પશ્ચાત્તાપનું કારણ રહેતું નથી; અને પશ્ચાત્તાપને અભાવે ચિત્ત પ્રસન્ન રહે છે. અત્રે એટલું જોવા જેવું છે કે પાપ કરી પાપને માટે પશ્ચાત્તાપ ન કરે એવા સ્વરૂપને ચિત્તપ્રસાદ ગ્રન્થકારને અભીષ્ટ નથી– પણ જે એગ્ય રીતે પશ્ચાત્તાપરહિત દશા છે એ દશા જ ચિત્ત પ્રસાદની અને ગણેલી છે.
ઉપર કહ્યું કે મૈત્રીની ભાવના કરવાથી “રાગની નિવૃત્તિ થાય છે. પરંતુ “રાગ’ની જ નિવૃત્તિ થાય છે એમ નથી, અસૂયા ઈદિ દોષની પણ થાય છે. પારકાના ગુણ સહન ન કરવા તેનું નામ “ઈયો અને એમના ગુણને સ્થાને દોષ દેખાડવા એ અસૂયા'. જ્યારે “મૈત્રીને લીધે પારકાનું સુખ તે પિતાનું જ થઈ રહ્યું ત્યાં અસૂયાદિકનો સંભવ જ શો? અને