________________
૧૨૩
મિથ્યાદિ ભાવના” येषां निमेषणोन्मेषौ जगतां प्रलयोदयौ। તારા પુરુષા ના માદશ ભાવ વા
(="આજ જે મહાન પુના અગ્રસ્થાને બિરાજે છે તે જ વળી કેટલેક દિવસે ભ્રષ્ટ થઈબગડી–નીચે પડે છે, તો પછી તારા ચિત્તની મહત્તા ઉપર તને આટલો બધો વિશ્વાસ છે? હોટા મહીપતિઓનાં ધને ચાલ્યાં ગયાં, અરે! બ્રહ્માનાં આજ સુધી કરેલાં અસંખ્ય જગતે પણ ચાલ્યાં ગયાં, ત્યાં તને તારી સમૃદ્ધિ ઉપર વિશ્વાસ કેમ પડે છે? જગતો તો શું પણ એમને સર્જનાર બ્રહ્માએ પણ કરડે થઈ ગયા, સૃષ્ટિઓની પરંપરાઓ ચાલી ગઈ, રાજાએ રેણુવત ઊડી ગયા, નષ્ટ થઈ ગયા-ત્યાં “હું જીવીશ” એવી ખાતરી શી? જેમણે આંખ મીચવી વા ઉઘાડવી એટલાને અર્થ જગતને પ્રલય અને ઉદય થાય છે–એવા એવા પુરુષો નષ્ટ થઈ ગયા ત્યાં મારા જેવાની તે ગણના જ શી?”).
આવી આવી ભાવનાઓ કરી ચિત્તને યોગ્ય દિશામાં પરમાત્મા તરફ પ્રેરવું. રેગ પ્રમાણે ઔષધોપચાર કરે, અને એ રીતે કરતાં, ધીમે ધીમે પરમસિદ્ધિ પ્રાપ્ત થશે. ઠીક જ કહ્યું છે કે –
'यथा सुनिपुणः सम्यक् परदोषेक्षणे रतः । तथा चेनिपुणः स्वेषु को न मुच्येत बन्धनात् ॥'
(=“મનુષ્યને પારકાના દેષ જોવા ગમે છે, અને તેથી તે એમાં જે કુશળ છે, તે જ જે એ પિતાના દેષ તપાસવામાં આનન્દ લઈ એ શોધી કાઢવામાં નિપુણ થાય તે અજ્ઞાનકૃત બધમાંથી કેણુ મુક્ત : ન થાય ? ”).
આટલેથી જ આજને લેખ સમાપ્ત કરીશું. વાચકને સ્મરણ હશે કે ગયા ઓકટોબર માસની “વિચારમાલા માં કહ્યું હતું કે “દુઃખની નિવૃત્તિ પણું “દુઃખ માત્ર મિથ્યા છે” એમ કહીને કરવાની નથી, પણ હદય ગુહામાં “અલખ જગાવીને કરવાની છે–અને આ “અલખ જગાવવા માટે નીતિ (સત્કર્મ), જ્ઞાન, ધ્યાન, પ્રેમ આદિ અનેક સાધન છે; જેમાંનું એક પણ નિરવધિ આનન્દ ઉપજાવી શકે છે, તે પછી સર્વ એકત્ર થાય ત્યાં શું કહેવું. આ સર્વ સંબધે મહારે બહુ કહેવાનું છે, પરંતુ એ તે વળી