________________
કર્મગ
૧૦૭
કાળની ઘેર રાત્રિ વ્યતીત થઈને દેશમાં પ્રાતઃકાળનાં કિરણે ફરી ફૂટતાં અત્યારે જ દેખાય છે. મારા આ વિચારમાં કેઈને સ્વદેશભક્તિની ખામી લાગતી હોય તે એને મારે આટલું જ નમ્ર ઉત્તર છે કે–સ્વદેશ સૌને વહાલો છે; પણ સ્વદેશભક્તિને નામે અસત્ય વહાલું નથી બ્રિટિશ રાજ્યના આગમન પહેલાં દેશનું ભવિષ્ય” એ વિચાર પણ કેઈને સૂઝતો હતો પગ તળોની ભૂમિ ઉપરાંત બે ડગલાં પણ કેઈની દૃષ્ટિ દૂર જઈ શકતી ? અરે ! જે ભગવદ્ગીતા માટે અત્યારે આપણે આટલું બધું અભિમાન ધરાવીએ છીએ તેનું જ્ઞાન પણ કેટલા પૈડાને હતું. અને તેથી કહેવું જોઈએ કે ચોતરફ વ્યાપી રહેલ અન્ધકાર દૂર થઈ કર્તવ્યના માર્ગ ઊઘડતા હવે જ આપણને નજરે પડે છે. એક અન્ધારી રાત્રિએ લૂટારૂ અને હિંસક પ્રાણીઓથી ભરેલા જંગલમાં ફસાઈ પડેલા વટેમાર્ગુને પિતાના જાનમાલના રક્ષણ ઉપરાંત ભાગ્યેજ કાંઈ પણ કર્તવ્ય હોય છે. એને સૂર્યોદય થતાં, માર્ગ સૂઝીને જે આનન્દ થાય છે તેવો જ આનન્દ અત્યારે ખરા દેશસેવકને થવો જોઈએ. પ્રભાતના ઘંટનાદ દૂર દૂરથી શ્રવણે પડે છે, અને
“મિત્રો જાન જાતાંતિ સુવા:”—ક, સં.
અથત પ્રભુ પોતે આપણને, આનન્દ અને ઉત્સાહથી સજ્જ થઈ હળ લઈ પિતાપિતાને સોંપેલા કર્તવ્યક્ષેત્રમાં શ્રમ કરવા, બીજ રોપવા, અને દેશની સમૃદ્ધિ વધારવા બેલાવે છે
[વસન્ત, છ, સંવત ૧૯૫]