________________
૧૧૦
માયાવાદ
કહેવું યોગ્ય જણાય છે. જગત “બ્રહ્મસત્તાનિરૂપિતસત્તા” વાળું છે, “મિથ્યા છે. બ્રહ્મમાં “અધ્યસ્ત” છે ઈત્યાદિ વેદાન્તશાસ્ત્રની પરિભાષાનું આ જ તાત્પર્ય છે.
આ રીતે માયાવાદને (૧) તર્કજાળ, (૨) અનુભવવિરુદ્ધ કે (૩) અનીશ્વરવાદ માનતાં એ સિદ્ધાન્તને કેવો અન્યાય થાય છે એ આપણે જોયું. આજ એ સંબધી એક બીજો પ્રશ્ન વિચારવાનું છે તે એ કે
પાપપુણ્યાદિનીતિવ્યવસ્થાને (૧) વિઘાત કરનાર, અથવા તે (૨) એને નિરાધાર બનાવનાર આ સિદ્ધાન્ત કેમ સ્વીકારી શકાય?–એમ નીતિની તીવ્ર લાગણીવાળા ઘણાક આત્માઓ ભાયાવાદનું યથાર્થ સ્વરૂપ ન સમજી આક્ષેપ કરે છે. આમાં કેટલું સત્ય છે ? - ૧) પાપપુણાદિ-નીતિવ્યવસ્થાને માયાવાદથી વિઘાત થાય છે એ કહેવું તદ્દન ભૂલ ભરેલું છે. અને એ ભૂલ “બ્રહ્મ સત્યે અનિચ્છા” એ
કાર્યના પૂર્વ ખંડની અવગણના કરવાથી થાય છે. પૂર્વે બતાવ્યા પ્રમાણે ભાયાવાદ જગતને માત્ર નિષેધ કરીને અટકતું નથી, પણ વિશેષમાં બ્રહ્મનુ અદ્વિતીય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. એ વાત ઉપર લક્ષ રાખતાં તુરત સમજાય એમ છે કે માયાવાદથી નીતિવ્યવસ્થાને ભંગ થતો નથી, પણ તેને બદલે તે એ અત્યન્ત પાવત્ર સ્વરૂપ ધારણ કરે છે. “ જિ ” એટલું જ કહેતાં જગત સાથે નીતિ પણ ઊડી જાય, સત–રૂપ તેમ જ કર્તવ્યરૂપ સમસ્ત વસ્તુ “અપ્રતિક એટલે આધારરહિત થઈ રહે, અને તત્ત્વવિચારમાં અને કર્તવ્યવિચારમાં શુન્યવાદને પ્રસંગ આવે, એ ખરું. પરંતુ
ત્રજ્ઞ સચ” એટલું ઉમેરતાં, નીતિને વિઘાત ન થતાં સ્વરૂપાન્તર થાય છે–અર્થાત્, નીતિ એક લૌકિક વ્યવસ્થા માટી અલૌકિક પદાર્થ બને છે અને પ્રાકૃત વ્યવહારની અધમતાથી મુક્ત થઈ બ્રહ્મની પવિત્રતાથી સીંચાય છે. વળી બીજું –નીતિની ઐહિકતાને સ્થાને એની સાર્વત્રિકતા પણ ત્યારે જ - સિદ્ધ થાય છે કે જ્યારે એને આધાર ઈહલોક ઉપર ન રહેતાં સર્વલોક ઉપર એટલે ઈહ અને પર ઉભય–સંગ્રાહક સર્વરૂપ બ્રહ્મ ઉપર, રહે છે. ટુંકામાં, નીતિનું વ્યાવહારિકત્વ (Empirical સ્વરૂપ) ટાળી એનું પારમાર્થિકત્વ (Transcendental સ્વરૂપ) સ્થાપી આપવું એ શિવાય માયાવાદને નીતિ પરત્વે અન્ય ઉદ્દેશ નથી. સામાન્ય નીતિવ્યવસ્થામાં માયાવાદ ફેર કરે છે તે એટલે જ કે નીતિને સ્વરૂપાન્તર પમાડવામાં જે જે વૃત્તિ અનુકૂલ હોય તેને પણ એ નીતિવ્યવસ્થામાં પ્રવેશ કરાવે છે એટલે કે એના સાધ્યને
ણ એ નાતિવાણાન્તર પમાડવામાં માયાવાદ