________________
૧૧૨
માયાવાદ
જોઈએ કે આ અત્યાચારને પ્રસંગ માયાવાદમાંએને બેટી રીતે સમજતાં પણ–જેટલો છે તેટલો ધર્મના પાયા ઉપર ચણાએલી દરેક નીતિવ્યવસ્થામાં છે. કારણ કે, જ્યાં જ્યાં ધર્મ ત્યાં ત્યાં પલક ઉપર અભિરુચિ અને તદનુકૂલ વર્તનની ઈષ્ટતા સ્વીકારાય છે જ. પરંતુ વાસ્તવિક રીતે જોતાં તે અતસિદ્ધાન્તમાં એ અત્યાચારને પ્રસંગ નથી. આશ્ચર્ય જેવું છે કે જે દેષ વસ્તુતઃ દૈતવાદને છે તે જ અદ્વૈતસિદ્ધાન્તને આપવામાં આવે છે ! જુવો કે, પરમાત્મા અને જગતના સંબન્ધ પરત્વે ત્રણ સિદ્ધાન્ત બની શકેઃ (૧) જગત અને પરમાત્મા એમ ભિન્ન અને ઉભય સત્ય પદાર્થો છે, (૨) ઈહ–જગતથી પર પરમાત્મા એવો પદાર્થ જ નથી, (૩) પરમાત્માથી અતિરિક્ત કાંઈ છે જ નહિ. હવે આ ત્રણનાં સ્વરૂપ ઉપર લક્ષ આપતાં જણાશે કે બીજા અને ત્રીજને, એટલે અનીશ્વરવાદ અને સર્વાત્મવાદને વસ્તુતઃ પૂર્વોક્ત દૂષણ સ્પર્શ કરી શકતું નથી, અને પહેલાને એટલે સેશ્વર–દૈતવાદને જ ઉક્ત દેષને પ્રસંગ છે. આ રીતે અનીશ્વરવાદ એક પ્રકારને અદ્વૈતવાદ છે કેમકે જ્યાં પર એવું કાંઈ છે જ નહિ, ત્યાં ઇહ અને પર એવું બૈત નથી, અને તેથી એની નીતિવ્યવસ્થા ઇહલોકમાં જ સમાપ્ત થઈ જાય છે. આથી યદ્યપિ એ વ્યવસ્થા ધર્મથી વિચ્છિન્ન નિમ્લ રહે છે, તથાપિ એને અન્ય પદાર્થથી બાધ તે થતો નથી જ એ સ્પષ્ટ છે. પરંતુ સેશ્વરદૈતવાદીને જગત અને ઈશ્વર એવા બે વસ્તુતઃ વિભિન્ન પદાર્થો માન્ય છે, અને તેથી એની ઐહિક (સાંસારિક, વ્યવહારસંબંધી) નીતિવ્યવસ્થા પરલોકના વિચારથી બાધિત થવી જોઈએ. ઈશ્વરની આજ્ઞા છે કે જગમાં રહી સદાચાર પાળવો એમ કદાચ ઉત્તર દેવામાં આવશે. પણ ઈશ્વરની આજ્ઞા છે માટે જગતની નીતિ પાળવી એ કલ્પના વધારે ગ્ય છે કે વસ્તુતઃ જગત ઈશ્વરથી અતિરિક્ત નથી એમ સમજી લઈ બ્રહ્માનુભવરૂપે જગતની નીતિ આચરવી, એમ કહેવું વધારે સયુકિતક છે? જગત્ અને બ્રહ્મને ભેદ એ “અહ” અને “પર” ને ભેદ છે, અને તેથી ભેદવાદી ભક્તને જગતને વ્યવહાર ત્યજી ઈશ્વરને અન્યત્ર મેળવવાની ઇચ્છા રહેવાની, અને ઈશ્વર ઉપર એને ખરે અને ઉત્કૃષ્ટ પ્રેમ હોય તે રહેવી પણ જોઈએ જ. પરંતુ સર્વાત્મબ્રહ્મવાદી અતીને તે જગત બ્રહ્માને અવચ્છેદ કરી શકતું નથી, જગત પણ બ્રહ્મરૂપ જ છે, અને તેથી એણે જગત ત્યજી બ્રહ્મને એથી બહાર શોધવા જવાનું નથી, પણ જગતમાં જ–જગતના વ્યવહારમાં જ–બ્રહ્મને અનુભવ કરવાનો છે. આ રીતે એને તે સાંસારિક નીતિવ્યવસ્થા બ્રહ્મભાવથી પ્રકાશિત થાય છે, પવિત્ર થાય છે, અન્ય પ્રદેશથી એને લેપ થતો નથી.