________________
, “ભવ્યાદિ ભાવના”
૧૧૭ ચિત્માત્રવાસનાનું ગ્રહણ કરવું. પરંતુ આ દશા પણ પૂર્ણતાની નથી. એને પણ અંતમાંથી ત્યજી, એ કરતાં પણ એક ભૂમિકા આગળ વધવાની જરૂર છે. એમ વધતાં પરમાત્માની જે અવશેષ-પરવસ્તુ–તે આવી ઉભી રહે છે, અને એની સમતામાં સ્થિર વશી જવું એ પરમ દશા છે. એ દશા પ્રાપ્ત થતાં, એ દશાનું જે સાધન તે હવે નિરર્થક હોવાથી ત્યજી દેવાનું છે. ત્યજી દેવાને યત્ન કરવાની પણ જરૂર રહેશે નહિ; પરમ દશા ખરેખર પ્રાપ્ત થઈ હશે તે એ સ્વયં ક્ષરી પડશે.”
ઉપરના ઉપદેશમાં દર્શાવેલ સાધનઝમ આ રીતને છે – (૧) બાહ્ય મલિન વાસનાને ત્યાગ. (૨) આન્તર મલિનવાસનાને ત્યાગ. (૩) નિર્મળ વાસનાનું–મેથ્યાદિ ભાવનાઓનું–ગ્રહણ. (૪) વિચાર અને વિવેકરૂપી જ્ઞાનદશામાં એને લય. (૫) વિવેક-જ્ઞાન–ને પરમાત્મસાક્ષાત્કારમાં એટલે “સમ અને
કશેષ' (૧ર) પદાર્થના વિજ્ઞાનમાં લય-સ્થિર સમાધિ. હવે આ પાંચ ભૂમિકાઓમાં મધ્ય ભૂમિકા ભવ્યાદિ ભાવના છે, જેની એક બાજુએ બાહ્ય અને આન્તર વૈરાગ્ય, અને બીજી બાજુએ અપર અને પર જ્ઞાન રહેલાં છે. આ પાંચેનું સ્પષ્ટીકરણ કરવા જતાં બહુ વિસ્તાર થઈ જાય, માટે એમાંથી માત્ર એક જ ભૂમિકા આજના વ્યાખ્યાન માટે લઈશું, અને તે ત્રીજી ભૂમિકા; કારણ કે એ સર્વનું નાભિસ્થાન છે, અને દેહલીદીપકન્યાઝ બંને તરફ પ્રકાશ પાડી શકે છે; એક તરફ એ વૈરાગ્યને રમણીય, રસમય અને સાર્થક બનાવે છે, અને બીજી તરફ પરમાત્માના અપરોક્ષ જ્ઞાનને સુલભ અને યથાર્થ કરી આપે છે.
આવા વિષય ઉપર સ્વતન્ન ચર્ચાને બહુ અવકાશ છે, તથાપિ આજ તે એક પ્રતિષ્ઠિત સંસ્કૃત ગ્રન્થને અવલંબી અત્રે થોડુંક પ્રતિપાદન કરીશું * ચિન્માત્રવાસના એટલે મન-બુદ્ધિરૂપી ચેતન્યના વિચાર વિવેક ઇત્યાદિ જ્ઞાનાત્મક વ્યાપાર-જે વડે અમુક કાર્ય ઉચિત છે, અમુક નથી, એવી વિવેક દષ્ટિ પ્રાપ્ત થાય છે, તથા મૈયાદિ ભાવનાને આચાર અબ્ધ પ્રેરણું, અબ્ધ આવેશ (Blind impulses) મટી જ્ઞાનસ્વરૂ૫ (Rational insight) બને છે. ૪ ઉમરા ઉપર મૂકેલા દીવાની માફક.