________________
માયાવાદ
માયાવાદ
" If selfishness stands opposed to selfishness, why should my self-seeking not have just as much right as that of otheis? Am I not the nearest one to myself ? Have not I therefore the right to make myself, my own wishes and interests, the measure of all things, the criterion of all my actions ? Resting upon the divine will human society is a moral organism in which all stand for one and one for all. Take that religious ground away, and society dissolves into a chaos in which every one is against all and all against every one"
Prof. P fleiderer, નવેમ્બર ૧૮૯૮ના અંકમાં “દિવ્ય પ્રભાત"ને અંગે માયાવાદ સંબંધી આપણે અવકાશને અનુસરી કેટલેક વિચાર કર્યો. એમાં એટલું દિગ-દર્શન થયું કે –
૧ (૧) માયાવાદ ખરું જોતાં એક વાદ માત્ર જ નથી, પણ ધાર્મિક અનુભવનું સર્વસ્વ એ વાદને અવલંબીને રહ્યું છે, અને તેથી સ્કુટ વા , ગર્ભિત રીતે સર્વ ધર્મમાં એ વાદનું અસ્તિત્વ છે. (૨) વળી ન્યાયદષ્ટિથી જોતાં એ વાદ સિદ્ધ કરવાને, એટલે તર્કવૃત્તિને ધર્મવૃત્તિ સાથે સમન્વય કરી આપવાને, જે પણ માત્ર વેદાન્તીઓને શિર નથી, પણ પ્રત્યેક ધાર્મિક જનને શિર છે.
૨ આ વાદને કેટલીક વાર અનુભવવિધી કહી નિદવામાં આવે છે. પણ વસ્તુતઃ અનુભવવિધનો દોષ ભાયાવાદને બાધ કરી શકતો નથી. પ્રકાશને અંધકારવિધી કહેવામાં કાંઈ પણ અનુપપત્તિ હોય તે જ અત્રે અનુ૫૫ત્તિ છે; કેમકે અનુભવવિધ એ તે માયાનું સ્વરૂપ જ છે, અને અનુભવવિધ વિના અધ્યાત્મશાસ્ત્ર તે શું પણ કેઈપણ શાસ્ત્ર પ્રવર્તી શકતું નથી. વળી અધ્યાત્મવિદ્યામાં અન્ય શાસ્ત્ર કરતાં અનુભવવિધની વધારે ગ્યતા એટલા માટે છે કે અત્રે જે સમ્યગદર્શન સાધવાનું છે તે માત્ર બુદ્ધિના પ્રદેશનું નથી, પણ સમગ્ર આત્માનું છે, એટલે કે ખગોળવિદ્યાની માફક અત્રે અમુક સિદ્ધાંત સિદ્ધ કરીને પક્ષ જ્ઞાનથી વિરમવાનું નથી, પણ સમગ્ર આત્મામાં અપક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનું છે, અને