________________
૧૦૬
કર્મયોગ
વવા એને ગમતા નહોતા; એનાં સગાં સંબંધીઓ માટે એને દયા ઉપજી હતી. પણ હજી એ વિચારે, વસ્તુતઃ એના આત્માથી અને તેથી એના અધિકારથી–કેટલા દૂર હતા તેનું એને ભાન ન હતું. કર્તવ્ય કરતાં કરતાં જ આગળ વધાય છે એ ભૂલી જઈ વચલું કર્તવ્ય ઓળંગી જઈ સહસા બ્રાહ્મણની ભાવના સિદ્ધ કરવાનું એને મન થયું હતું. એ પ્રસંગે, શ્રીકૃષ્ણ એને ઉપદેશ કર્યો તેને સાર એ નીકળે છે કે એક સારી અને એક ખોટી એવી બે ભાવના વચ્ચે વિરોધ આવી પડયો હોય ત્યારે તે નિર્ણય કરે સહેલો છે, પણ જ્યારે બંને સારી ભાવના વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે જ વિકટ પ્રસંગ ઉત્પન્ન થાય છે, અને તે પ્રસંગે અધિકાર ઉપર દષ્ટિ રાખવી–અર્થાત ભવિષ્યથી ખેંચાઈ જઈ વર્તમાન કર્તવ્ય ભૂલવું નહિ. હવે, આ જ ઉપદેશ આપણું હાલની દશાને લાગુ પાડીએ તે તે એ છે કે સ્વદેશસેવાના મોટા નામથી અંજાઈ જઈ, આપણુ નિકટ પડેલાં હમેશનાં કર્તવ્ય ચૂકવાં નહિ. સ્વદેશસેવાની ભાવના દૃષ્ટિ આગળ રાખવાની ના નથી કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ખરી સ્વદેશસેવા તે આપણું નિત્યકર્મ કરવાથી જ સધાય છે જે રાત દિવસ “સ્વદેશ” “સ્વદેશ” એમ નામ ઉચ્ચાર્યો કરે છે તે જ ખરે સ્વદેશસેવક નથી પણ જે એક પિતા તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, પાડોશી તરીકે, મુસાફર તરીકે, દુકાનદાર તરીકે, અમલદાર તરીકે, એમ વિધવિધરૂપે કુટુંબમાં શેરીમાં બજારમાં કચેરીમાં ચારામાં પિતાનું કર્તવ્ય યથાર્થ બજાવે છે એ જ ખરે સ્વદેશભક્ત છે. આપણું અને આપણું ભાવનાની વચ્ચે શન્ય મરુદેશ પડેલો નથીઃ વચલ પંથ ન્હાનાં હેટાં અસંખ્ય સુન્દર કર્તવ્યથી છવાએલો છે. તેમાં થઈને જ આપણે આપણું ઉદ્દિષ્ટ સ્થાન તરફ પ્રયાણ કરવાનું છે. આ સત્ય સમજાય તો વિદ્યાર્થીઓ, ગૃહસ્થ અને પ્રજાજન બનતા પહેલાં રાજકીય કર્તવ્ય પિતાને માથે ખેંચી લેવાની લાલસા કરે છે તે ન કરે, તેમ જ સામાન્ય પ્રજાજન કેટલીકવાર, પિતાનું ખરું કર્તવ્ય વિસારે નાંખી સ્વદેશસેવાને નામે મિથ્યા શક્તિને વ્યય કરે છે તેમ ન કરતાં પોતાના અલ્પ પ્રદેશમાં કર્તવ્ય બજાવી દેશને વધારે ઉપયોગી થાય. આ જાતની સંગીન કર્તવ્યભાવના દેશમાં ઉપજાવવાની અત્યારે ઘણું જરૂર છે-કારણું કે અત્યારનો સમય એવો છે કે રાત્રિ ગઈ છે, અને પ્રભાત થયું છે.
બ્રિટિશરાજ્ય એ આપણું દેશના કલ્યાણને નવો ઉષ:કાળ છે. આપણું ઝળહળતા તેજોમય દિવસે તે પ્રાચીન કાળમાં ગયા; પણ મધ્ય