________________
શ્રીમદ્દભગવદ્ગીતા થાઉં એટલાથી ભવિષ્યમાં દયાને માર્ગે ચાલીશ એમ ખાતરી મળતી નથી. જ્ઞાનપુર સર જ્યારે હારું વર્તન થાય ત્યારે જ ખરું. અમુક પાપને સંસ્કાર નહિ પણ પાપનું સામાન્ય મૂલ જે અજ્ઞાન એ બળી જાય ત્યારે જ નિશ્ચય રહે કે ભવિષ્યમાં સારાં–જ્ઞાનથી જણાએલા હારા સ્વરૂપને છાજતાં, એ સ્વરૂપને અનુભવ કરાવતાં –કૃત્યો જ થશે. ટુંકામાં, બાહ્ય આચારને બદલે સમજણ સાથે અન્તર વૃત્તિ શુદ્ધ કરવાની ખરી જરૂર છે.
વૃત્તિ શુદ્ધ શી રીતે થાય? આ પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયા છે; ઉપર બતાવ્યું તેમ, ભગવાનને શરણે જવાથી. એમાં શંકા રહે કે પૂર્વે કરેલા પાપનું શું? તે એને ઉત્તર કે ભગવાન ભક્તને ખાતરી આપી કહે છે કે હું તને સર્વ પાપથી મુક્ત કરીશ; તારાં પૂર્વનાં પાપથી મુક્ત કરીશ, તેમ જે જે કૃત્યને તું પાપ પણ માને છે–પણ જે વસ્તુતઃ સ્વાર્થનુસરણરૂપન હેઈ, મહારી દુષ્ટને પણ ઉદ્ધારનારી ઈચ્છાનું અનુસરણ હોઈ પાપ જ નથી,–તે પણ તને કોઈ પણ રીતે બંધનમાં નાંખનારાં નથી. માટે તું જરા પણ ફિકર કરીશ નહિ આ રીતે અર્જુનની સર્વ શંકા દૂર કરી, ભગવાન અર્જુનના મનમાં પૂર્વેત ઉપદેશ “કીલક” વડે દઢ કરે છે.
"अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः" એટલા શબ્દો કર્ણ પડતાં જ, આત્મામાં નૈરાશ્ય મટી કેવું બિલ આવે છે! “ કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. તે આ જ. અને માટે જ –
"नष्टो मोहः स्मृतिलब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥"* એવો અર્જુનને છેવટને નિશ્ચય.
[ સુદર્શન ૧૮૯૦-૯૧-૯૨]
- હું અય્યત ! હે અનેક વિકારોના મધ્યમાં રહેતું પણ અવિકતા એવું પરમતત્વ!–તમારા પ્રસાદે કરી મહારો મેહ ગયો અને સ્વસ્વરૂપનું સ્મરણ પ્રાપ્ત થયું, ગતસજોલ થઈ ઉ છું. તમારા કહ્યા પ્રમાણે કરીશ.