________________
૧૦૨
કર્મયોગ આપણું કર્તવ્ય છે, તે એટલું સ્પષ્ટ છે કે કહેવાતા બાવાઓ” અને ફકીરે”—જેઓ વસ્તુતઃ નિશૈગુણ્ય કે સવગુણની દશાએ પહોંચેલા નથી પણ નિદ્રા આલસ્ય અને પ્રમાદથી ઊપજતી તમે ગુણની જ દશા ભેગવે છે—તેઓની સંખ્યામાં જેમ બને તેમ ઘટાડે કરો. આપણું અજ્ઞાન દરિદ્ર અને વિવિધ ધન્ધા વગરના દેશમાં, એ જાતિના લોકને “જાઓ! મજુરી કરે.” એમ તિરસ્કાર કરીને બારણેથી કાઢવા–એટલાથી કાર્યસિદ્ધિ નથી. અન્ય વર્ગ (Depressed Classes) ને ઉદ્ધાર કરવાને આજ કાલ જે યત્ન થાય છે તેવો જ, બલકે તે કરતાં પણ વિશેષ મહત્ત્વનો યત્ન આ બાવાઓના અને ફકીરેના ઉદ્ધાર માટે કરવું જોઈએ. નાશ પામેલી અને નાશ પામતી જતી ગ્રામસંસ્થાઓને સજીવન કરવા તથા પરસ્પરસહાયક નાણાં ધીરનારી પેઢીઓ સ્થાપવા આપણે સરકારને વારંવાર કહીએ છીએ; પરંતુ તે જ પ્રમાણે, બાવાઓની અને ફકીરની જમાતમાંથી જે ધામક જીવન ઊડી ગયું છે તે ફરી લાવવાનું અને તેઓના ધામિક જીવનમાં ઉપકારક થાય એવી કેળવણીની સંસ્થાઓ ઊભી કરવાનું કામ આપણે માથે નથી? તન્દુરસ્ત શરીરમાં સડેલા ભાગને બહાર ફેંકી દેવાનું સ્વાભાવિક વલણ હોય છે; તદનુસાર, જ્યારે એ જમાતમાં ખરું ધાર્મિક જીવન આવશે ત્યારે એના દુષ્ટ અંશે એની મેળે જ સંઘ બહાર થઈ જશે અને એ રીતે, અત્યારે અતિશય ભારે થઈ પડેલી એ વર્ગની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. એ જીવન ફરી જાગ્રત કરવા માટે તે તે જમાતને હાથમાં લઈ તેઓમાં સંસ્કૃત અને અન્ય દેશી ભાષાઓની કેળવણીની સંસ્થાઓ દાખલ કરવાને યત્ન કરવો જોઈએ. દેશમાં ઉત્પન્ન થએલી ઔદ્યોગિક જાગ્રતિને અંગે, તેઓ આગળ દ્રવ્ય અને કુટુમ્મસુખની લાલચે ધરીને તેઓને આલસ્ય અને પ્રમાદ ત્યજાવી ઉદ્યોગ કરીએ એ છેક ખરાબ નથી, કારણ કે એટલે અંશે આપણે તેને તમે ગુણમાંથી કાઢી એથી ચઢીઆતા એવા રજોગુણમાં પ્રવેશ કરાવીશું; પરંતુ ખરૂં કર્તવ્ય છે એ જ છે કે આપણા દેશનું સંન્યાસાશ્રમનું માહા” આપણે તહેન વીસરી ન જતાં એ મહાસઘ. આગળ જ્ઞાન ત્યાગ અને પરોપકારની સવગુણી ભાવના સદા કાયમ રાખીને જનસમાજને એ વર્ગને લાભ અપાવે.
વળી શ્રીમદભગવદ્ગીતાએ નિન્દલો “કર્મ-અનારંભ” ને દેષ તે માત્ર બાવાઓ અને ફકીરેમાં જ છે એમ નથી. કેળવાએલા વર્ગને કેળવાએલી–સામાન્ય કરતાં ચઢી આતી –કસેટીએ તપાસીએ તે એની પણ